બિગ બોસની જર્નીને ખૂબ એન્જોય કરી: ટીના દત્તા
મુંબઈ, બિગ બોસ ૧૬ના ઘરમાંથી હાલમાં બહાર થયેલી ટીના દત્તાએ ઈન્ટરવ્યૂમાં તેની જર્ની અને વિવાદાસ્પદ રિયાલિટી શોમાં તે કેવી રીતે ટકી રહી તેના વિશે વાત કરી હતી. તેણે સુમ્બુલ તૌકીરના પિતાના ફોન વિશે અને તેની સાથેના સંબંધો કેમ ખરાબ થયા એ અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.
આ સાથે તેણે શાલિન ભનોત પર ગુસ્સો કાઢ્યો હતો તેને એવી વ્યક્તિ ગણાવ્યો હતો, જે બધાની સાથે છળકપટ કરતો રહે છે. તેણે કહ્યું હતું કે, માત્ર બિગ બોસ ૧૬ના કન્ટેસ્ટન્ટ્સ જ નહીં પરંતુ બહાર પણ સૌ તેના એન્ગર ઈશ્યૂ વિશે જાણે છે. ઘણા ઉતાર-ચડાવ સાથે મારી જર્ની સુંદર રહી.
મેં સારા અને ખરાબ દિવસો જાેયા. હું ઘરમાં અલગ-અલગ લાગણીઓમાંથી પસાર થઈ છું. સામાન્ય જીવનમાં જેમ આપણા સારા અને ખરાબ દિવસો આવે છે. દુઃખ અને સુખમાંથી પસાર થઈએ છીએ. તે જ રીતે બિગ બોસ ૧૬ની જર્નીને પણ અલગ-અલગ રીતે એન્જાેય કરી.
હું અત્યારસુધીમાં જેમને પણ મળી છું તે તમામનું કહેવું છે કે, ફિનાલે પહેલા બહાર થઈ તેનાથી તેઓ નિરાશ થયા છે. તેઓ મને ફાઈનાલિસ્ટ તરીકે જાેતા હતા. મારા ફેન્સ અપસેટ છે. હું તેમની માફી માગવા ઈચ્છું છું કારણ કે હું તેમની અપેક્ષા પર ખરી ઉતરી શકી નહીં. મેં શોમાં ૨૦૦ ટકા આપ્યા હતા. હું તમને હંમેશા મનોરંજન પૂરું પાડીશ તેવું વચન આપું છું’.
સુમ્બુલના પિતાએ મારા માટે જે વાત કહી તેને અવગણવી મુશ્કેલ છે. તેમણે જે વાત કહી તેને અવગણી શકાય નહીં. સુમ્બુલ વિશે મેં જે કંઈ કહ્યું તે અવલોકન કરીને કહ્યું હતું. મને નથી લાગતું કે હું ખોટી હતી. આ શો એવો છે જ્યાં તમારે પોતાના મત શેર કરવા પડે છે અને તે સિવાય તમે કંઈ કરી શકતા નથી.
તમને તમારો મત રાખવાનો પૂરતો હક છે. મને લાગે છે કે જે કંઈ થયું તે સુમ્બુલના તરફેણમાં હતી કારણ કે હવે જે સુમ્બુલને જાેઈએ છીએ તે પહેલા કરતાં અલગ છે. સુમ્બુલ હવે એકદમ અલગ વ્યક્તિ બની ગઈ છે. તે સુંદર વ્યક્તિ છે અને પોતાનો પક્ષ રાખવા લાગી છે.
શાલિન તેવું દેખાડી રહ્યો હતો કે, તેની દયાથી સુમ્બુલ ઘરમાં છે. તે તેની સાથે છળકપટ કરી રહ્યો હતો. હું તેને કેવી રીતે કહેત કે તે પોતાના દમ પર આ શોનો ભાગ છે. તે પોતાની ઉપલબ્ધિના કારણે ઘરમાં છે. શાલિન હંમેશાથી મારી પાછળ હતો અને શોમાં તે મને ઈમ્પ્રેસ કરવામાં રહેતો હતો. બાદમાં અમે સારા મિત્રો બન્યા હતા. ઘરમાં રહીને શાલિન ભનોત રિયલમાં શું છે તે જાણવા મળ્યું. તે ચાલાક છે.
તે કેટલો ગુસ્સાવાળો છે એ વાત કોઈનાથી છુપી નથી. ગુસ્સામાં વસ્તુઓ ફેંકવી અને તેને તોડી નાખવી.. તે બધું જ કરી ચૂક્યો છે. જ્યારે શાલિનની આ સાઈડ જાેવા મળી ત્યારે મેં તેનાથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું. મને અહેસાસ થયો હતો કે હું તેની સાથે રહી શકું નહીં. મેં સ્ટેન્ડ લીધું અને મારી સાથે જ ખરાબ થયું’.SS1MS