Western Times News

Gujarati News

પોલીસ મથકે કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે ઈન્સ્પેકટરનું ગેરવર્તણુંકઃ બદલી કરાઈ

પ્રતિકાત્મક

ર૪૦ ગુમ થયેલા બાળકોની ઉત્તર ગુજરાતના જીલ્લાઓમાંથી  ભાળ ન મળી-ઉ.ગુ.માં સૌથી વધુ ૩ર૮ બાળકો ગાંધીનગર જીલ્લામાંથી ગૂમ થયા

મોડાસા, ગુજરાત રાજયમાં બાળકો ગુમ થવાની ઘટનાઓ બનતી હોય છે. ઉત્તર ગુજરાતના ૬ જીલ્લાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૪૩પ બાળકો ગુમ થયાની ફરીયાદો વિવિધ પોલીસ મથકોએ નોધાઈ હતી.

જેમાંથી ૧ર૯પ બાળકોનેશોધી કાઢતા પરત ફર્યા હતા પરંતુ હજુ સુધી ર૪૦ બાળકોને કોઈ જ પત્તો ન હોવાનું જાણવા મળ્યું છે. જયારે બાળકોને ઉઠાંતરી કે બાળકોના વેચાણના કોઈ આંકડાકીય માહિતી ઉપલબ્ધ નથી.

અરવલ્લી જીલ્લામાં છેલ્લા ૩ વર્ષમાં ૧પર બાળકો ગુમ થયા હતા. તેમાંથી ૧ર૧ બાળકો શોધી કાઢયા હતા. હજુ પણ ૩૧ બાળકો ગુમ થયેલા છે અને સાબરકાંઠા જીલ્લામાં ૩ વર્ષમાં ૧૯૧ બાળકો ગુમ થયા હતા. જેમાંથી ૧૬૧ બાળકો શોધી કાઢયા હતા.

હજુ પપણ ૩૦ બાળકો ગુમ થયેલા છે. ઉ.ગુ.માં સૌથી વધુ ૩ર૮ બાળકો ગાંધીનગર જીલ્લામાં ગુમ થયા હતા જેમાંથી ર૯પ બાળકો મળી આવતા હજુ ૩૦ બાળકો ગુમ છે.

પી.આઈ.ની બદલી: મોડાસા નગરના પછાત વિસ્તારમાં સર્વોદયનગરના રહીશો મોડાસા ટાઉન પોલીસ મથકે ફરીયાદ કરવા તૈયાર પી.આઈ. ભારાઈએ ફરીયાદીને અપમાનીત કર્યા હતા. આ સમયે પોલીસ મથકે કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પોલીસ ઈન્સ્પેકટરો ભારાઈએ ગેરવર્તણુંક કરી અવિવેકી વર્તન કર્યું હતું.

જેથી પત્રકારોમાં રોષ ફેલાયો હતો. આ સામે ડીએસપીીને રજુઆત કરતા તેઓએ સત્યતા ચકાસી તાત્કાલીક પી.આઈ.ની. બદલીના આદેશ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.