Western Times News

Gujarati News

કિમના વોન્ટેડ કેમિકલ માફિયાને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી કરી

અંકલેશ્વરમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરીમાં હોટલના બે વૉચેમનની ધરપકડ

અંકલેશ્વર, અંકલેશ્વરના કાપોદરા નજીક નેશનલ હાઈવે પર પરિવાર હોટલના પાર્કિંગમાંથી રૂરલ પોલીસે ટીલ્યુન અને બેન્ઝીન કેમિકલ ભરેલ બે ટૈન્કરમાંથી કેમિકલ સગેવગે કરતા ત્રણ શખ્સોએ પકડી કુલ રૂા.૬૬ લા ૬૩ હજાર ઉપરાંતના ંમુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં વધુ તપાસ હાથ ધરતા હોટલના બે વૉચમેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર પોલીસને કાપોદરા ગામે મજીકથી પસાર થતાં નેશનલ હાઈવેે નં.૪૮ ઉપર આવેલા પરિવાર હોટલના પાર્કિંગમાં ટેન્કર ચાલકોની મિલીભગતથી ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યુ હોવાની માહિતી મળી હતી.

જે માહિતીના આધારેેેેે રેડ કરતા બે ટેન્કરમાંથી હોટલના વોચેમેનની મદદથી કીમમાં કેમિકલ માફિયા સાથે સાંઠગાંઠ કરી ટેન્કરનું સીલ ખોલ્યા વગર જ નટબોલ્ટ ખોલી ટોલ્યુન અને બેન્ઝીન કેમિકલ પાઈપ વડે કેરબામાં કાઢતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સ્થળ પરથી ટેન્કરના ચાલક બ્રજેશ અશોકકુમારપાલ તેમજ અન્ય બેન્જીન કેમિકલ ભરેલ ટેન્કરનો ચાલક રામવિલાસ શાંતિલાલ યાદવ અને મોહમ્મદ યાકુબ અહેમદ ઈદ્રીશખાનની ધરપકડ કરી હતી. કુલ રૂા.૪૬ લાખ ૭૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ કેમિકલ ચોરીમાં સંડોવાયેલા હોટલના બે વૉચેમન સહિત કિમના કેમિકલ માફિયા હિંમતસિંગ મારવાડી ફરાર થઈગયો હતો.

રૂરલ પોલીસે તપાસ હાથ ધરતા પરિવાર હોટલના વાચમેન હાસમખાન ઈલિયાસખાન અને ગુલશેેરખાનને ઝડપી કીમના વોન્ટેડ કેમિકલ માફિયા હિંમતસિંહ મારવાડીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.