ભરૂચના માતરીયા તળાવ-બગીચાનું રૂા.૪.૫૦ કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ -બ્યુટીફીકેશનનું ખાતમુહૂર્ત કરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/Viral-Bharuch-1024x576.jpg)
(પ્રતિનિધ)ભરૂચ, ભરૂચ બૌડા દ્વારા માતળીયા તળાવને પર્યટન સ્થળ, પીકનીક પોઈન્ટ અને વધુ મનમોહક બનાવવા માટે તેનું ૪.૫૦ કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના લીંકરોડ ઉપર આવેલ માતરીયા તળાવને ૪.૫૦ કરોડના ખર્ચે ડેવલોપમેન્ટ અને બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે રમેશ મિસ્ત્રીએ પ્રાસંગિક પ્રવચનામાં જણાવ્યું હતું કે ’’ભરૂચ નગર માટે કંઈક કરવું છે’’ આ વિચાર જ નગરજનોને નવો જાેમ અને ઉત્સાહ પૂરો પાડે છે.
વધુમાં આ વેળાએ ભૂતકાળના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૦૪ની આ સ્થળની પાણી યોજનાના સમારોહના સંસ્મરણો વિશે ઉપસ્થિત લોકોને જણાવ્યા હતા.આ યોજના થકી પંથકમાં પીવાની સુવિધા પૂરી પાડવાની નેમ વ્યક્ત કરાઈ હતી.આ પ્રસંગમાં નગરજનોને સહભાગી થવાની હાંકલ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચના નાગરિકોની અપેક્ષાઓને સાચા અર્થમાં સાકાર કરી શકાય તેમજ માતરિયા તળાવના રિડેલોપમેન્ટમાં અમૂલ્ય સૂચનોને આવકાર્યા હતા.
આ પ્રસંગે બૌડાના ચેરમેન અને જીલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શહેરી વિકાસના દૂંરદેશી વિઝનને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કોઈ પણ રાજ્યનો ચહેરો તેના શહેરો છે.આથી જાે શહેરો સ્વચ્છ બનશે તો રાજ્યનો ચહેરો પણ ખીલી ઉઠશે,આથી માય લીવેબલ ભરૂચ અંતર્ગત સ્વચ્છ ભરૂચની પરિક્લ્પનાને સાકાર કરવાની નેમ વ્યક્ત કરી હતી.વધુમાં તેમણે બૌડા અંતર્ગત વિવિધ આકાર પામેલી રહેલા પ્રોજેક્ટોની રૂપરેખા આપી હતી.