Western Times News

Gujarati News

ગોધરા : અક્સ્માતના કેસમાં વળતરની રકમ નહી ચુકવતા કોર્ટે વાહન જપ્તીનો આદેશ કર્યો

(પ્રતિનિધ)ગોધરા, ગોધરા સ્થિત મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ અદાલત દ્વારા વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા અકસ્માતના વળતર પેટે ? ૧૦ લાખ ચૂકવવાના આદેશ નહી માનતા અદાલત સમક્ષ કાયદાકીય લડત હાથ ધરી હતી, જેમા કાયદાકીય દલીલોના અંતે વળતરના નાણાં વસુલ કરવા માટે અદાલત દ્વારા કાઢવામાં આવેલા વોરંટના આધારે ગોધરા સ્થિત બાલાજી એન્ટરપ્રાઈઝના ચાર વાહનો કબ્જે કરીને અદાલતને હવાલે કરવાનો આદેશ આપવામા આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર ગોધરાના તીરગર વાસમાં રહેતા મહેનતકશ યુવાનનું મહુધા ડાકોર રોડ ઉપર આવેલા બલોલ ગામના પાટીયા પાસે વાહન અકસ્માતથી મૃત્યુ થયું હતું. આ સંદર્ભમાં મહુધા પોલીસ સ્ટેશનમાં વાહનના ડ્રાયવર સુનિલ રાઠોડ સામે ગુન્હો દાખલ કરાયો હતો.

પુત્રના વાહન અકસ્માતના વળતર સંદર્ભમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા અને તીરગર વાસમાં રહેતા માતાપિતા એ પોતાના ધારાશાસ્ત્રી આર.એ.હડીયેલ મારફતે ગોધરા સ્થિત મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલ (મુખ્ય) અકસ્માત વળતર મેળવવા માટે વાહનના ડ્રાયવર સુનિલકુમાર રાઠોડ, પાવર હાઉસ ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઈઝ ના કર્તાહર્તા જીગ્નેશકુમાર મિસ્ત્રી અને,ધી ન્યુ ઈન્ડિયા એન્સ્યોરન્સ કંપની લી. સામે દાવો દાખલ કરવામા આવ્યો હતો.

વળતરના દાવા સંદર્ભમાં ગોધરા અદાલત દ્વારા ૧૪’ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ? ૧૦ લાખ વળતરની રકમ ચૂકવવાનો આદેશ કરાયો હતો.જાે કે અકસ્માતના વળતર ચૂકવવાના અદાલતના આદેશની અવગણનાઓ થતા અરજદારના ધારાશાસ્ત્રી આર.એ.હડીયેલ દ્વારા ગોધરા સ્થિત એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રીક્ટ જજ ઈ.એમ.શેખ સમક્ષ અકસ્માત વળતરના નાણાં વસુલાત કરવા અંગે દાખલ કરવામાં આવેલ દરખાસ્ત સંદર્ભમાં પ્રતિવાદીઓ સામે કરવામાં આવેલ વોરંટના આધારે અદાલતના બેલીફ દ્વારા બાલાજી એન્ટરપ્રાઈઝ પ્રોપરાઈટર જીગ્નેશકુમાર મિસ્ત્રીના ચાર વાહનો પંચનામાં સાથે સ્થળ ઉપરથી કબ્જે કરીને અદાલત સમક્ષ રજુ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.