Western Times News

Gujarati News

મરચાંની તીખાશનું વિજ્ઞાન

શાકમાર્કેટમાં જાતજાતના મરચાં જાેવા મળે મરચાંની કુલ ૩૦૦૦ કરતા વધુ જાત છે. બધામાં વધતી ઓછી તીખાણ હોય. મરચા સુકાય ત્યારે લાલ થઈ જાય છે તેને ખાંડીને પાવડર સ્વરૂપે રસોઈમાં વપરાય છે. મરચાના ઘણા આયુર્વેદિક ગુણો પણ છે.

મરચાં લીલા હોય કે સુકા તીખા તો લાગે જ, મરચામાં કેપ્સેસીન નામનું દ્રવ્ય હોય છે. આ દ્રવ્યને રંગ કે ગંધ નથી પણ તીખો સ્વાદ છે. તીખો સ્વાદ વિશિષ્ટ છે. વિજ્ઞાનીઓએ મરચાંની તીખાશ માપવા સ્કીવીલ સ્કેલ શોધ્યો છે. મરચામં રહેલ કેપ્સેસીનના પ્રમાણ પ્રમાણે તે કેટલા સ્કોવીલ યુનિટ તીખું છે તે જાણવા મળે છે. આસામના ભૂત ઝોલકિયા મરચા વિશ્વમાં સૌથી તીખા છે. તેની તીખાશ એક લાખ સ્કોવીલ યુનિટથી વધુ છે.

આપણે રસોઈમાં સામાન્ય રીતે ત્રણથી ચાર હજાર સ્કોવીલ યુનિટ તીખા મરચા વાપરી શકીએ. આસામના ભૂતજાેલકિયા અને ટ્રીનીડાડના ટ્રીનીડાડ સ્કોર્પિયન મરચાં સૌથી વધુ તીખા છે. ત્યારબાદ ચોકલેટ હબાલોકિયા, કોર્સેટ નાગા, સેવન પોટ હબાનેરો, નાગા વાઈપર અને કેરોલીના રીપર ખૂબ જ તીખા મચાની જાત છે. કેપ્સેસીન પાણીમાં ઓગળતું નથી પરંતુ ચરબીમાં ઓગળે છે. મરચું તીખુ લાગે તો દૂધનો ઘુંટડો ભરવાથી જીભ ઉપરનું કેપ્સેસીન ઓગળીને દૂર થઈ જાય છે અને તીખાશ બંધ થઈ જાય છે. ૧૦૦થી ૧૦૦૦ સ્કોવીલ યુનિટના સૌથી ઓછા તીખા મરચાની જાતમાં બનાના પીપર, પાપરિકા થઈમેન્ટોનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.