પાક.ના કબ્જાવાળા કાશ્મીરમાં ભૂખમરો અને બેરોજગારી
નવી દિલ્હી, પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીર ગિલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો પોતાની દૈનિક જરુરિયાતની વસ્તુની માગને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ઝડપથી ઘટી રહેલી નોકરીઓ અને બેરોજગારીને લઈને લોકોમાં નારાજગીમાં છે.
પીઓકેમાં આ નારાજગી ત્યારે વધી, જ્યારે આ વિરોધ પ્રદર્શનની વચ્ચે પીઓકેના રાષ્ટ્રપતિ બૈરિસ્ટર સુલ્તાન મહમૂદ ચૌધરી બે અઠવાડીયાની વિદેશ યાત્રા પર જતા રહ્યા.
પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર, ગિલગિત-બાલ્ટિસ્તાનમાં લોકો ઘઉંનો લોટ, દાળ અને વીજળીની સપ્લાઈ જેવી માગને લઈને રસ્તા પર ઉતરી વિરોધ કરી રહ્યા છે. પીઓકેના લોકો ઝડપથી વધતી મોંઘવારી અને બેરોજગારી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદેશ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં પણ આર્થિક સંકટ ઘેરાયેલું છે.
પુર અને દેશના ખાદ્ય સંકટથી પ્રભાવિત પીઓકેના નાગરિક લાંબા સમયથી તમામ સ્તર પર નેતૃત્વની નિષ્ફળતા વેઠી રહ્યા છે. પણ આ તમામની વચ્ચે પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરના લોકોને સૌથી વધારે ત્યારે માઠો અનુભવ થયો જ્યારે તથાકથિત રાષ્ટ્રપતિ બૈરિસ્ટર સુલ્તાન મહમૂદ ચૌધરી તુર્કી, યૂનાઈટેડ કિંગડમ અને બેલ્ઝિયમની બે અઠવાડીયાના યાત્રા પર ચાલ્યા ગયા હતા.
ગુસ્સામાં રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો માટે આ સમાચાર તેમને વધારે ગુસ્સે કરી રહ્યા હતા. અચાનકથી થયેલા આ યાત્રાને લઈને હાલમાં કોઈને જાણકારી નથી, પણ આવી રીતે તેમના ચાલ્યા જવાથી જનતામાં ગુસ્સો ખૂબ વધ્યો છે.
છેલ્લા કેટલાય મહિનાથી લોકો સેનાની મનમાનીનો વિરોધ કરી રહ્યા છે, જે આ ક્ષેત્રમાં પોતાની કોલોનીની માફક કાબૂ કરે છે. પાકિસ્તાની સેના આ વિસ્તારમાં મોટા પાયે ભૂમિ અને ખનિજ ખાણો પર કબ્જાે કરવા માટે જવાબદાર છે.SS1MS