Western Times News

Gujarati News

કે ફિન ટેકનોલોજીસ ગિફ્ટ સિટીમાં 600 કર્મચારીઓની ભર્તી કરવાની યોજના

હૈદરાબાદઃ મૂડી બજારમાં વિવિધ એસેટ ક્લાસમાં સર્વગ્રાહી સર્વિસ અને સોલ્યુશન્સ પૂરાં પાડતાં ટેકનોલોજી આધારિત અગ્રણી ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ કે ફિન ટેકનોલોજીસ લિમિટેડ (KFintech)એ આજે ગિફ્ટ સિટીમાં તેની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. KFin Technologies Ltd announces launch of its services in GIFT City

કે ફિનટેકે ગિફ્ટ સિટીમાં ચાર ગિફ્ટ સિટી ફન્ડ્સ અને બે ગ્લોબલ ફન્ડ્સ સાથે ઔપચારિક હસ્તાક્ષર કર્યા હતા. વિવિધ વૈશ્વિક ગ્રાહકોને સેવા પૂરી પાડવા માટે કે ફિનટેક 600થી વધુ કર્મચારીઓની ભર્તી કરશે અને તેમાંનાં મોટાં ભાગનાં સ્થાનિકો હશે.

કે ફિનટેક ફન્ડ એડમિનિસ્ટ્રેશન અને ટ્રાન્સફર એજન્સીઓમાં તેનાં ગ્રાહકો માટે એન્ડ-ટુ-એન્ડ સર્વિસિસ પૂરી પાડે છે. કંપનીનું ફન્ડ એડમિનિસ્ટ્રેશન પ્લેટફોર્મ મલ્ટી-જીયોગ્રાફી, મલ્ટી-કરન્સી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રોડક્ટ છે, જે ફન્ડ મેનેજમેન્ટ ઉદ્યોગનાં વર્ટિકલ્સ માટે જરૂરી કામગીરીઓને સંપૂર્ણ રીતે પૂરી પાડે છે. તે લગભગ તમામ એસેટ ક્લાસ (લગભગ 50)ને આવરી લે છે અને ફન્ડ એકાઉન્ટિંગ સર્વિસ પ્રોવાઇડર દ્વારા ઉપયોગ માટે તૈયાર કરવામાં આવી છે.

કે ફિનટેકના એમડી અને સીઇઓ શ્રીકાંથ નડેલાએ જણાવ્યું હતું કે, આંતરનિયમનકારો વચ્ચે વ્યાપક સંકલન અને ગિફ્ટ સિટીમાં વેપાર ધંધો કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાના સર્વગ્રાહી વિચાર સાથે વિશ્વ કક્ષાનું નિયમનકારી વાતાવરણ પૂરું પાડવાના હેતુથી IFSCAની સ્થાપના ભારત સંબંધિત ફાઇનાન્સિયલ સર્વિસિસ ટ્રાન્ઝેક્શન્સ ભારતમાં કરવાની દિશામાં મહત્વનું પગલું છે. ગિફ્ટ સિટીમાં અમારી હાજરી ગિફ્ટ સિટીમાં પોતાની હાજરી પ્રસ્થાપિત કરવા માંગતા ગ્રાહકોને જરૂરી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વિસિસ પૂરાં પાડશે.

ભારતીય એસેટ મેનેજરોએ  તેમના બિઝનેસનું વૈશ્વિક સ્તરે વિસ્તરણ કરવાની સાથે ગિફ્ટ સિટીમાં પણ હાજરી સ્થાપવાની સાથે સાથે ફોરેન ફન્ડ મેનેજરોએ પણ ગિફ્ટી સિટીમાં પોતાનાં ફન્ડ્સ બનાવ્યા છે. આને કારણે ગિફ્ટ સિટીમાંથી સંચાલન થાય તેવાં ફન્ડ મેનેજમેન્ટ સોલ્યુશન્સ અને સર્વિસિસની જરૂરિયાત વધી ગઈ છે.

કે ફિનટેક RTA, ફન્ડ એકાઉન્ટીંગ, ડિજિટલ અને ફન્ડ સંબંધિત વહીવટી સેવાઓ પૂરી પાડતાં ઇન્ટીગ્રેટેડ ટેકનોલોજી પ્લેટફોર્મની મદદથી તેનાં વૃધ્ધિ પામી રહેલાં ગ્રાહકને સેવા પૂરી પાડવામાં અગ્રેસર રહી છે.  ગિફ્ટ સિટીમાં અમારું IBU ઓલ્ટરનેટિવ્સ, પ્રાઇવેટ વેલ્થ અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસમાં વધતી જતી માંગને પૂરી કરશે. અમારો 35 ટકા બજાર હિસ્સો ઓલ્ટરનેટિવ ક્લાયન્ટ્સનો હોવાથી અમારો બિઝનેસ સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વૃધ્ધિ પામી રહ્યો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.