Western Times News

Gujarati News

એર ઇન્ડિયાએ મિલાન સુધીની નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરી

પ્રતિકાત્મક

નવી દિલ્હી,  ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ ગઈકાલે દિલ્હીથી મિલાન સુધી અઠવાડિયામાં ચાર વાર નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરી છે. Air India launches non-stop flight to Milan boosts connectivity in Europe

એર ઇન્ડિયાની ટૂંક સમયમાં શરૂ થનારી દિલ્હીતી વિયેના અને કોપનહેગન સુધીની વિવિધ ફ્લાઇટ ઉપરાંત આ ફ્લાઇટ એરલાઇનની યુરોપમાં કામગીરીને નોંધપાત્ર રીતે વધારશે. રિટર્ન ફ્લાઇટ એઆઈ 138 આજે સવારે મિલાનથી દિલ્હી આઇજીઆઈ એરપોર્ટ પર આવી હતી.

દિલ્હીથી મિલાનની ફ્લાઇટ એઆઈ137 બુધવાર, શુક્રવાર, રવિવાર અને સોમવારે કાર્યરત છે. આ દિલ્હીથી 1420 કલાકે ઉડાન ભરે છે અને મિલાન 1830 કલાકે (LT) પહોંચે છે. રિટર્ન ફ્લાઇટ એઆઈ138 એ જ દિવસે 2000 કલાકે મિલાનથી ઉડાન ભરશે અને બીજા દિવસે 0800 કલાકે દિલ્હી પહોંચશે.

આધુનિક બી787-8 ડ્રીમલાઇનર વિમાન દ્વારા સંચાલિત, 18 બિઝનેસ ક્લાસ અને 238 ઇકોનોમી ક્લાસ સીટ ધરાવતી દિલ્હી-મિલાન-દિલ્હી સેક્ટરની સેવા બંને દેશોના લાખો પ્રવાસીઓ, વ્યવસાયિકો અને કોર્પોરેટ પ્રવાસીઓની આકાંક્ષા પૂર્ણ કરશે. ભારતમાંથી પ્રવાસીઓ ઝુરિચ, રોમ, ફ્લોરેન્સ, વિયેના, વેનિસ, મોન્ટે કાર્લો, મ્યુનિક, બુડાપેસ્ટ, જીનીવા, કાન્સ અને કોપનહેગન જેવા લોકપ્રિય શહેરોની બાય રોડ સરળતાપૂર્વક પહોંચશે.

ઇટાલીમાં નોંધપાત્ર સેગમેન્ટ ધરાવતા ભારતીય ડાયસ્પોરા તેમજ ભારતીય ઉપમહાખંડમાં વિવિધ શહેરો અને દક્ષિણપૂર્વ એશિયા, પૂર્વ એશિયા, કાઠમંડુ અને ઓસ્ટ્રેલિયામાં વિવિધ કેન્દ્રોમાં આગળ પ્રવાસ કરવા ઇચ્છતાં ઇટાલિયનોને દિલ્હી અને મિલાન વચ્ચે આ નોન-સ્ટોપ ફ્લાઇટમાંથી લાભ મળશે. બંને દેશોમાંથી પ્રોત્સાહનજનક પ્રતિસાદ મળવાથી એર ઇન્ડિયા આ રુટ પર આકર્ષક પ્રમોશનલ ફેર ઓફર પણ કરશે.

એર ઇન્ડિયાના કસ્ટમર એક્સપિરિયન્સના ચીફ અને ગ્રાઉન્ડ હેન્ડલિંગના ગ્લોબલ હેડ શ્રી રાજેશ ડોગરાની હાજરીમાં એક ઉદ્ઘાટન સમારંભ પૂર્ણ થયા પછી ફ્લાઇટ એઆઇ137એ ગઇકાલે 204 પેસેન્જર સાથે દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ ઉડાન ભરી હતી.

એર ઇન્ડિયાના વરિષ્ઠ અધિકારીઓ તથા GMR અને AISATSના એક્ઝિક્યુટિવ્સ સાથે શ્રી ડોગરાએ દીપ પ્રાક્ટય કર્યું હતું અને આ પ્રસંગે રિબન કાપી હતી. ટી3 પર ખાસ સુશોભિત કાઉન્ટર પર ફ્લાઇટ માટે રિપોર્ટિંગ કરનાર પ્રથમ મહેમાનને એક મોટું ડિઝાઇનર બોર્ડિંગ કાર્ડ પણ સુપરત કરવામાં આવ્યું હતું.

આ પ્રથમ ફ્લાઇટની ખાસિયત હતી – મહેમાનો માટે બોર્ડ પર સંપૂર્ણ ડાઇનિંગ અનુભવ આપવા અધિકૃત ઇટાલિયન વાનગી સાથે ભારતીય રસસ્વાદથી સભર ભોજનનો સમન્વય ધરાવતું ખાસ તૈયાર કરેલું મેનું.

ફ્લાઇટને મિલાનમાં માલ્પેન્સા એરપોર્ટ પર ઉષ્માસભર આવકાર મળ્યો હતો, જ્યાં આ પ્રસંગની ઉજવણી કરવા વિવિધ મહાનુભાવો એકત્ર થયા હતા. રિટર્ન ફ્લાઇટે એઆઈ 138 મિલાનથી 249 મહેમાનો સાથે વિદાય લીધી હતી અને 0800 કલાકે IST દિલ્હીમાં ઉતરાણ કર્યું હતું.

આ ફ્લાઇટ્સ ફરી શરૂ થવાથી એર ઇન્ડિયા 48 યુનાઇટેડ કિંગડમ અને 31 કોન્ટિનેન્ટલ યુરોપ માટે ફ્લાઇટ સહિત 79 વીકલી નોન-સ્ટોપ ફ્લાઇટ સાથે યુરોપમાં 7 શહેરોને સેવા આપે છે. એરલાઇન્સે ભાડાપટ્ટાના વિમાન સાથે કાફલો વધારવાનું જાળવી રાખતા અને હાલના વિમાનો સક્રિય સેવામાં પરત ફરતાં  સેવાનું વિસ્તરણ થયું છે.

આ વિસ્તરણ પર એર ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર શ્રી નિપુણ અગ્રવાલે કહ્યું હતું કે, “મિલાન સુધીની આ ફ્લાઇટ શરૂ થવાથી અમે યુરોપમાં મુખ્ય કેન્દ્રોને આવરી લેવા અમારી પાંખો ફેલાવીશું અને અમારી પંચવર્ષીય પરિવર્તન યોજના Vihaan.AIનું મુખ્ય પાસું પૂર્ણ કરીશું,

જે ભારતના વૈશ્વિક નટેવર્કને વધારે મજબૂત કરશે. આ ફ્લાઇટ્સની શરૂઆત એ દિશામાં એક વધુ પગલું છે, જે અમારા કાફલાના વિસ્તરણ સાથે સુસંગત છે. અમે એર ઇન્ડિયાની ભારતીય આતિથ્યસત્કારની પરંપરા સાથે મહેમાનોને આવકારવા આતુર છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.