એક-બે નહીં ત્વચાને ૧૦ ફાયદાઓ કરશે મગફળી

નવી દિલ્હી, મગફળીનું અલગ અલગ પ્રકારે તમે ચોક્કસથી સેવન કર્યુ જ હશે, શિયાળામાં ખાસ કરીને તેની ચિક્કી બનાવીને ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. મગફળીમાં ભરપૂર માત્રામાં હેલ્ધી ફેટ્સ, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ રહેલ છે.
WebMD અનુસાર, મગફળીના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલમાં ઘટાડો થાય છે અને હૃદયરોગથી પણ રક્ષણ મળે છે. આ સિવાય તે ઇન્ફ્લેમેશનને ઘટાડે છે, પાચનતંત્રને મજબૂત રાખે છે અને દિવસ દરમિયાન તમને ભરપૂર એનર્જી પણ આપે છે.
આ સિવાય મગફળીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી-રેડિકલ્સથી થતા નુકસાનથી પણ બચાવે છે. શિયાળામાં મગફળી સરળતાથી મળી રહે છે, પણ શું તમે ક્યારેય મગફળીથી સ્કિનને મળતા ફાયદાઓ વિશે સાંભળ્યું છે? બ્યૂટી એક્સપર્ટ દ્વારા પ્રકાશિત એક રિસર્ચમાં શિયાળામાં મગફળીથી થતા સ્કિનને લગતા ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જેના વિશે અહીં વિગતવાર જાણીએ.
મગફળીના સેવનથી તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ત્વચામાં દેખાતી ઉંમર પહેલાની નિશાનીઓ દૂર કરી શકાય છે. ખાસ કરીને પ્રિમેચ્યોર એજિંગ, ફાઇન લાઇન્સ અને ડાઘ પણ દૂર થાય છે. પીનટ્સમાં સ્કિનને મોઇશ્ચરાઇઝ્ડ રાખવા માટે મહત્વનો સોર્સ ફેટી એસિડ રહેલો છે. જે ત્વચાને શુષ્ક હવામાનમાં હાઇડ્રેટ રાખે છે અને કુદરતી મોઇશ્ચરને લૉક કરે છે.
નટ્સપિક, યુકે અનુસાર, મગફળીમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ મોજૂદ રહેલા છે, જે ત્વચા પર થતા એક્ને બેક્ટેરિયાને દૂર કરે છે અને ત્વચાની બળતરાંમાં પણ રાહત આપે છે. આ સિવાય તેમાં વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાન સામે પ્રોટેક્શન આપવામાં અને યુવી કિરણોથી થયેલા ડેમેજને ઠીક કરવામાં ઉપયોગી છે.
ત્વચાને હેલ્ધી અને બ્રાઇટ બનાવવા માટે તમે અવનવા કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો જ હશે. આ સિવાય કરચલીઓ અને ફાઇન લાઇન્સને દૂર કરવા માટે પણ ઘરેલૂ નુસખાઓ અજમાવ્યા હશે. જાે કે, એકમાત્ર મગફળીના સેવનથી ત્વચાના કોલેજન પ્રોડક્શનને વધારી શકાય છે. તેમાં રહેલું ઝિંક કોલેજન પ્રોડ્યુસ કરવામાં મદદ કરે છે જેના કારણે સ્કિન યૂથફૂલ દેખાય છે.
જ્યારે તેમાં રહેલું વિટામિન સી ત્વચાને બ્રાઇટ બનાવે છે અને પિગ્મેન્ટેશન દૂર કરે છે. મગફળીમાં ત્વચામાં થતી બળતરાં અને લાલ ચકામાને દૂર કરવા માટે જરૂરી તમામ ન્યૂટ્રિએન્ટ્સ છે, જે ત્વચાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે.
ઉપરાંત જાે તમને ડાર્ક સર્કર્લ્સની સમસ્યા હોય તો તેના સેવનથી ડાઘ અને કાળા ઘબ્બા દૂર કરવા માટે જરૂરી વિટામિન કે અને ફેટી એસિડ શરીરને મળશે, આનાથી ત્વચા એકદમ ક્લિયર દેખાશે. પીનટ્સમાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે જે ફ્રી રેડિકલ્સ અને પર્યાવરણથી થતા ત્વચાને નુકસાનને અટકાવે છે. આ સિવાય તેમાં જે ઓઇલની માત્રા રહેલી હોય છે તે ત્વચાને નેચરલ મોઇશ્ચરાઇઝર પુરૂ પાડે છે. જેના કારણે તમારી સ્કિન લાંબા ગાળા સુધી સોફ્ટ રહે છે.SS1MS