Western Times News

Gujarati News

કરીનાએ બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા માટે રાખી બર્થ ડે પાર્ટી

મુંબઈ, કરીના કપૂર, અમૃતા અરોરા, મલાઈકા અરોરા અને કરિશ્મા કપૂર બોલિવુડની બેસ્ટ ફ્રેન્ડ્‌સ છે. ચારેય બહેનપણીઓ સાથે હોય ત્યાં માહોલમાં રંગ ભરાઈ જ જાય છે. મંગળવારે એટલે ૩૧ જાન્યુઆરીએ અમૃતા અરોરાનો જન્મદિવસ હતો.

અમૃતાની બર્થ ડે પર કરીનાએ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેમના ખાસ મિત્રો હાજર રહ્યા હતા. અમૃતા અરોરાની બર્થ ડે પાર્ટીમાં મનોરંજન જગતના તેના ક્લોઝ ફ્રેન્ડ્‌સને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફરહાન અખ્તર-શિબાની દાંડેકર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા-અર્જુન કપૂર, રિતેશ સિદ્ધવાની વગેરે જેવા બોલિવુડ સેલેબ્સ હાજર રહ્યા હતા.

ઉપરાંત પંજાબી સિંગર-રેપર એપી ધિલ્લોન પણ પાર્ટીમાં હાજર રહ્યો હતો. અમૃતાની પાર્ટી માટે ઘરને બલૂન્સ અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. કરીના કપૂરે પાર્ટીની કેટલીક ઈનસાઈડ તસવીરો શેર કરી છે. કરીના કપૂરે બ્લેક રંગનું ટેન્ક ટોપ પહેર્યું હતું. ગળામાં ક્રોસનું મોટું પેન્ડન્ટ પહેર્યું હતું. અમૃતા અરોરાએ પણ બ્લેક રંગના કપડા પહેર્યા હતા. મલાઈકા અરોરાએ બ્લેક ટોપ અને બેજ રંગનું પેન્ટ પહેર્યું હતું.

મલાઈકા પાર્ટીમાં પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે આવી હતી. કરિશ્મા કપૂર લાલ રંગના પ્રિન્ટેડ ડ્રેસમાં જાેવા મળી હતી. એપી ધિલ્લોને વ્હાઈટ શર્ટ અને શોર્ટ્‌સ પહેર્યા હતા. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં સૌ મસ્તીના મૂડમાં જાેવા મળી રહ્યા છે.

અમૃતાની બર્થ ડે માટે કરીનાએ પોતાના ઘરની બાલ્કની સુંદર રીતે સજાવી હતી. ગોલ્ડન રંગના બલૂન, ફેરી લાઈટ્‌સ અને લેમ્પ્સ સાથે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. અમૃતાએ ઈન્સ્ટાગ્રામ પર ડેકોરેશનની ઝલક બતાવતા બેસ્ટ ફ્રેન્ડ કરીનાનો પાર્ટી રાખવા માટે આભાર માન્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર હવે ફિલ્મ ‘ધ ક્રૂ’માં તબુ, ક્રિતી સેનન સાથે જાેવા મળશે.

હાલમાં જ જાહેરાત થઈ છે કે, આ ફિલ્મમાં દિલજીત દોસાંજ પણ હશે. રિયા કપૂર અને એકતા કપૂર આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફેબ્રુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ સિવાય કરીના કપૂર હંસલ મહેતાની ફિલ્મમાં દેખાશે. ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ થકી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં કરીના સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.