Western Times News

Gujarati News

ત્રણ બાળકોની માહિતી આપનારને કુલ ૩૦ હજારનું પ્રોત્સાહક ઈનામ અપાશે

પ્રતિકાત્મક

સરકારી બાળગૃહ-ગાંધીનગરમાંથી ગુમ થયેલા ત્રણ બાળકોની માહિતી આપનારને કુલ રૂ. ૩૦ હજારનું પ્રોત્સાહક ઈનામ અપાશે

ગાંધીનગર ખાતે સેક્ટર-૧૭માં આવેલા સરકારી બાળગૃહમાંથી ત્રણ બાળકો ગુમ/અપહરણ થયેલ છે. જે માટે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગુમ થયેલા આ ત્રણ બાળકોની માહિતી અથવા શોધી આપનારને પ્રોત્સાહિત રૂપે પ્રતિ બાળક રૂ. ૧૦ હજાર લેખે કુલ રૂ. ૩૦ હજારનું ઈનામ આપવામાં આવશે તેમ ASI,એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

ગુમ થયેલા બાળકોમાં શ્રી ગૌરવ રામભાઈ ઠાકોર, ઉંમર-૧૨ વર્ષ, હાલમાં જૂની દિલ્હી,ચૌહાણ પટ્ટી, સોના વિહાર, મૂળ રહેવાસી ઈટાવા, ઉતરપ્રદેશ, શ્રી આદિત્ય,ઉંમર -૧૬ વર્ષ જે મુકબધિર છે જયારે ૧૬ વર્ષના  શ્રી વિજયનો સમાવેશ થાય છે. આ બાળકો અંગે કોઈને પણ માહિતી મળે તો ગાંધીનગર, પોલીસ અધિક્ષક, મો.-૯૯૭૮૪ ૦૫૦૭૦,

પોલીસ કંટ્રોલ રૂમ મો. નંબર-૯૯૭૮૪ ૦૫૯૬૮ અને પોલીસ ઇન્સ્પેકટર સેક્ટર-૨૧ મો. નંબર-૬૩૫૯૬ ૨૪૯૦૫ ઉપર તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.