Western Times News

Gujarati News

સુમ્બુલ તૌકીર ખાન થશે બિગ બોસ ૧૬ના ઘરમાંથી બહાર

મુંબઈ, બિગ બોસ ૧૬ના ગ્રાન્ડ ફિનાલેને આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. શોમાં હવે છેલ્લો નોમિનેશન ટાસ્ક શરૂ થયો છે. આ ટાસ્કમાં જ બિગ બોસે ખેલ પાડી દીધો હતો. તેમણે કન્ટેસ્ટ્‌ન્ટસને અલગ અંદાજમાં ટાસ્ક સોંપ્યો હતો. ઘરમાં બે ટીમ બનાવાઈ હતી. અર્ચના ગૌતમ, પ્રિયંકા ચૌધરી, શાલિન ભાનોત એક ટીમમાં હતા જ્યારે સુમ્બુલ, શિવ ઠાકરે અને એમસી સ્ટેન એક ટીમમાં હતા.

આ બંનેમાંથી જે ટીમ જીતશે તે નોમિનેશનથી બચી જશે. જ્યારે હારનારી ટીમ ઘરમાંથી બેઘર થવા માટે નોમિનેટ થઈ જશે. આ ટાસ્કમાં શિવની ટીમને હારનો સામનો કરવો પડ્યો અને તેનું ઠીકરું સુમ્બુલ પર ફોડવામાં આવ્યું છે. બિગ બોસે પોતે જણાવ્યું કે, આ ટીમ સુમ્બુલની ખોટી ગણતરીના લીધે હારી છે. જ્યારે શાલીનના કારણે પ્રિયંકા અને અર્ચના જીત્યા છે.

આટલી મોટી ઉથલપાથલ બાદ ઘરનો માહોલ બગડી ગયો છે. શિવની ટીમ આઘાતમાં જાેવા મળી હતી. શિવ અને સુમ્બુલના ફેન્સ પરસ્પર બાખડી પડ્યા છે. સુમ્બ્લુના ફેન્સે બિગ બોસ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે જાણીજાેઈને સુમ્બુલને હરાવી છે.

વળી, ગોસિપની ગલીઓમાં ચર્ચા તો એવી પણ થઈ રહી છે કે, આ વખતે વીકએન્ડ કા વાર એપિસોડમાં સુમ્બુલ બહાર થઈ શકે છે. હાલ તો આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ. દરમિયાન, જાણી લો કે, સુમ્બુલના ફેન્સ બિગ બોસ પર કેવા-કેવા આક્ષેપો કરી રહ્યા છે.

ફેન્સે બિગ બોસ પર સવાલ ઉઠાવ્યા છે અને અર્ચના સાથે તુલના કરતાં કહ્યું કે, સુમ્બુલ સતત કાઉન્ટિંગ કરી રહી હતી. જ્યારે અર્ચનાએ કશું નથી કર્યું. આખરે તેઓ કેમ સુમ્બુલને હરાવવા માગે છે. જુઓ શું કહી રહ્યા છે સુમ્બુલના ફેન્સ? શોમાં ગઈકાલના એપિસોડમાં ડિઝાઈનર કેન આવ્યો હતો.

જે કન્ટેસ્ટન્ટ્‌સ માટે ફિનાલેના કોશ્ચ્‌ચૂમ ડિઝાઈન કરવાના છે. આ દરમિયાન તેણે સુમ્બુલના ડ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમાં પરિવર્તન લાવવાની સલાહ આપી હતી. હવે દર્શકોને આ વાતો પસંદ નહોતી આવી. ફેન્સે કહ્યું કે, આ રીતે સુમ્બુલનું અપમાન થઈ રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.