જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની નવીન ઓફીસ શોભાના ગાંઠીયા સમાન બની
(પ્રતિનિધિ)ગોધરા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની નવીન ઓફિસ આવેલી છે પરંતુ છેલ્લા એક વર્ષથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ તૈયાર થઈ ગયેલ છે પરંતુ હજુ સુધી ઓફિસને કાર્યરત ન કરવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને પોતાના કામ માટે અટવાવું પડે છે
ગોધરા શહેરમાં આજથી બે વર્ષ પહેલાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસને તોડીને નવીન ઓફિસનું બાંધકામ અંદાજિત પાંચ કરોડના ખર્ચે ચાલુ કરવામાં આવ્યું હતું જેના કારણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસને ગોધરા શહેરના નવરંગ સોસાયટી ખાતે ખસેડવામાં આવી હતી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો ખબર ન હોવાના કારણે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ ખાતે જ આવતા હતા અને ઓફિસ બંધ હોવાના કારણે અમુક ગ્રામ્ય વિસ્તારના અરજદારો અટવાતા હતા કારણ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે કોઈપણ પ્રકારનું બોર્ડ મારવામાં નહીં આવ્યું કે નવીન ઓફિસને બાંધકામના લીધે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ નવરંગ સોસાયટી ખાતે ખસેડવામાં આવી છે જેના લીધે મોટાભાગના અરજદારો કલેકટર કમ્પાઉન્ડમાં આવેલ ઓફિસમાંથી જ પરત ફરી જતા હતા
ગોધરા શહેરમાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોટાભાગે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના અરજદારો લોન માટે અથવા તો પોતાના સ્વઃરોજગાર ચાલુ કરવા અને વ્યવસાયિક નોકરી મેળવવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સંપર્ક કરતા હોય છે ત્યારે આજે ઘણા સમયથી ગોધરાના કલેકટર કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ બંધ હોવાના કારણે અરજદારો ને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે પંચમહાલ જિલ્લાની પ્રજા અને અરજદારો રાહ જાેઈ રહ્યા છે કે ક્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ઓફિસ નો શુભારંભ કરવામાં આવશે તે માટે અરજદારો અને જિલ્લાવાસીઓ કાગડોળે વાટ જાેઈ રહ્યા છે.
ગોધરા શહેરના કલેક્ટર કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલ નવીન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ઓફિસ નો ક્યારે શુભારંભ કરવામાં આવશે તે બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શક્તિસિંહ ઠાકોર અને એકાઉન્ટ ઓફિસર અને ખાદી મેનેજર કે.એફ.પટેલે જણાવ્યું હતું કે હાલ ગોધરા આરએન્ડબી વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક વાયરીંગ અને ફર્નિચરની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી પૂર્ણ કરી આરએન્ડ ઙ્મબી વિભાગ દ્વારા પજેસન આપવામાં આવશે ત્યારબાદ ઓફિસ ચાલુ કરવામાં આવશે.વધુમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જણાવ્યું હતું કે ઇલેક્ટ્રીક વાયરીંગ અને ફર્નિચરની કામગીરી અંદાજિત ત્રીસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે
ગોધરા શહેરના કલેક્ટર કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નવીન બાંધકામના લીધે ઓફિસને ગોધરા શહેરના નવરંગ સોસાયટી ખાતે ખસેડવામાં આવી હતી જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ભાડાની ઓફિસના માટે અંદાજિત દર મહિને ૩૪,૦૦૦ જેટલું ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે