દેશને એવા પત્રકારની જરૂર છે જે સમાજના વણ દેખાયેલ પાસાઓ બહાર લાવે- ચીફ જસ્ટીસ ચંદ્રચુડ
ભારતની સુપ્રીમકોર્ટને અને અમેરિકાની સુપ્રીમકોર્ટને અદાલતી સમીક્ષા કરવાની સત્તા દેશના બંધારણે આપી છે
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે ભારતમાં ૧૯૫૦માં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી ભારતનું ન્યાયતંત્ર માનવતા, માનવ અધિકારો, લોકશાહી મૂલ્યો, નાગરીક સ્વાતંત્ર્ય અને બંધારણનું રક્ષણ કરતું આવ્યું છે ઇન્સેટ તસવીર ભારતના વર્તમાન ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડની છે.
તેઓ દેશના નાગરિકોના વ્યક્તિ સ્વતંત્રતા અને સામાજિક લોકશાહી અધિકારોના સમર્થક અને દેશના બંધારણવાદની ભાવના ને પુરસ્કાર છે! તેમના નેતૃત્વ હેઠળ ભારતની સુપ્રીમકોર્ટના ન્યાયાધીશો કાર્યરત છે અને સુપ્રીમકોર્ટની કોલેજીયમ પ્રથાના પણ સમર્થક છે.
પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતના કેન્દ્ર સરકારના કાયદા મંત્રી કિરણ રીજ્જુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોર્ટની કામગીરીમાં હસ્તક્ષેપક કરતા સતત નિવેદનો કરી ન્યાયતંત્રની સ્વતંત્રા પર પ્રહાર કરી રહ્યા છે બીજી તસ્વીર ભારત ની સુપ્રીમકોર્ટ ના પૂર્વ જસ્ટીસ રોહીગ્ત્ન નરીમાન ની છે તેઓએ કાયદા મંત્રી શ્રી કિરણ રીજ્જુની માનસિકતા પર પ્રહારો કર્યા છે
અને કહ્યું છે કે “જાે સરકાર સુપ્રીમકોર્ટની કોલેજીયમ ની ભલામણનો ૩૦ દિવસમાં સ્વીકાર કરી મંજૂરીની ના મારે તો કોલેજીયમ ની પસંદગીનો આપોઆપ જ અમલ થઈ જવો જાેઈએ”!! ૧૯૭૩ માં સુપ્રીમકોર્ટે માત્ર એટલું જ કહ્યું હતું કે દેશની સંસદને લોકશાહી રાજ્યવ્યવસ્થાને સરમુખત્યારશાહીમાં બદલી ન શકે!
તો શા માટે કેન્દ્રીય કાયદા મંત્રીને અદાલતી સમીક્ષા નડે છે?! સુપ્રીમકોર્ટના જસ્ટિસ આર એફ નરીમાન કહે છે કે દેશની સુપ્રીમકોર્ટની કોલેજીયમની ભલામણો દબાવીને સરકાર બેસી જાય તો એ લોકશાહી માટે ઘાતક છે! અને ન્યાયતંત્રનું માળખું તૂટી પડશે.
ત્યારે મીડિયા જગત પોતાની વ્યવસાયિક સ્વતંત્ર જાળનારા ન્યાયતંત્રની પડખે ઊભા રહેવું જાેઈએ અને બુદ્ધિજીવી વકીલો એ પોતાની વ્યવસાયિક સ્વતંત્રતા જાળવી રાખવા ન્યાયતંત્રની પડખે મજબૂતીથી ઊભા છે એવો અહેસાસ કરાવો જાેઈએ. (તસવીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ સહાયક ગઝાલા શેખ)
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સન કહે છે કે “સર્વોપરી અદાલત બંધારણ સભા છે તેની બેઠક સતત ચાલુ છે”!!
અમેરિકાના ૨૩ માં પ્રમુખ એડલાઈ સ્ટિવન્સ જુનીયરે અદભુત કહ્યું છે કે “પ્રત્યેક વ્યક્તિને હક છે કે તેનું સાંભળવામાં આવે કોઈ એકના અવાજને આધારે લોકતંત્રના ગળે ફાંસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી”!! ભારતની સુપ્રીમકોર્ટની ચીફ જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચૂડનું કહેવું છે કે
“દેશને એવા પત્રકારની જરૂર છે જે સમાજના વર્ણ દેખાયેલા પાસાઓ અને ખામીઓ સામે લાવે તથ્યોની સાથે સત્યની બહાર લાવે એવા પત્રકારોની જરૂર પહેલા કરતા વધારે છે”!! ભારતના ન્યાયતંત્ર પર થઈ રહેલા પ્રત્યક્ષ અને વૈચારિક હુમલા ને બુદ્ધિજીવી અને પ્રતિભાશાળી વકીલો રોકવા અવાજ નહિ ઉઠાવે અને ન્યાયતંત્રને ઘેરવાની સતત પ્રવૃત્તિ ચાલુ રહેશે તો
‘વ્યક્તિ સ્વાતંત્ર’ અને લોકશાહી સિદ્ધાંતોનો મૃત્યુઘંટ વાગી જશે!! ભારતીય સુશિક્ષિત નાગરિકો અને યુવાનો નિષ્પક્ષ, નિડર અને સક્ષમ ન્યાયતંત્ર નું મહત્વ નહીં સમજે તો દેશમાં કાયદા ઘડનારા અને કાયદા ઘડી શાસન ચલાવનારા ફરિયાદી અને ન્યાયાધીશો બની જશે દેશના આઝાદ લોકો ગુલામીની જંજીરોમાં ફરી ગરકાવ થઈ જશે!
અમેરિકાના લોકશાહી મૂલ્યોને વરેલા અને આઝાદીને ચાહતા અમેરિકન પ્રજાજનોએ ૧૭૮૭ માં બંધારણ ઘડીને ૧૭૮૯ માં અમલ કર્યો ત્યાર પછી અમેરિકાના લોકોએ અમેરિકાની સુપ્રીમકોર્ટને ‘અદાલતી સમીક્ષા’ કરવાની બંધારણીય સત્તા આપીને ન્યાયતંત્રને મજબૂત બનાવ્યુ છે!
અમેરિકાના નિષ્પક્ષ અને સર્વપરી ન્યાયતંત્રની હાજરીની શરૂઆત ૧૭૮૭ માં અમેરિકાનું બંધારણ કરીને ૧૭૮૯ માં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી છે અને અમેરિકામાં થયેલા પ્રથમ ૧૦ બંધારણીય સુધારા માનવ અધિકારને લગતા હતા! અમેરિકા પ્રમુખ અબ્રાહમ લિંકન, વુડ્રો વિલ્સન, થોયોડોર રૂજ્હ્વેલ્ત, જાેન કેનેડી, ફ્રેન્કલીન રુજ્હવેલ્ટ સહિત અનેકને મહત્વપૂર્ણ ફાળો છે જેની ઐતિહાસિક નોંધ પણ છે
આમાંના પ્રમુખોના રચનાત્મક અભિગમને લઈને અમેરિકાની સુપ્રીમ કોર્ટની પ્રતિભા અને બંધારણીય સત્તા અકબંધ છે અને વિશેષમાં અદાલતી સમીક્ષા ની સત્તાએ ન્યાયતંત્રને મજબૂત તાકાત આપી છે
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સનેને કહ્યું છે કે “સર્વોપરી અદાલત એ બંધારણ સભા છે જેની બેઠક સતત ચાલુ છે”!! અમેરિકામાં સુપ્રીમકોર્ટે મારબુરી વિરુદ્ધ મેડિસીન કેસમાં બંધારણનો અર્થઘટન કરતો ચુકાદો આપીને એ પ્રસ્થાપિત કર્યું છે કે જાે અમેરિકાના ન્યાયાધીશોને જાે એમ લાગે કે અમુક કાયદા બંધારણ સાથે સુસંગત નથી
તો તે સરકારે ઘડેલા કાયદાનો અમલ અટકાવી શકે છે આમ અમેરિકાની સુપ્રીમકોર્ટ બંધારણનું અર્થઘટન કરવાનું તેમજ બંધારણનું રક્ષણ કરવાનું અગત્યનું કામ કરે છે જ્યારે આજે ભારતમાં સુપ્રીમકોર્ટની સત્તા છીનવી લેવા પ્રયાસો થઇ રહ્યા છે છતાં દેશના વકીલોની આંખ કેમ ઉઘડતી નથી?