Western Times News

Gujarati News

30 સેકન્ડ પુશ-અપ ચેલેન્જ પૂરી કરો અને ગુજરાત ટાઇટન્સનાં ખેલાડીઓ સાથે મુલાકાત કરી શકશો

ગુજરાત ટાઇટન્સે સ્ટેપેથ્લોનની ભાગીદારીમાં ‘રેસ વીથ ધ ટાઇટન્સ’ લોંચ કર્યું

‘રેસ વીથ ધ ટાઇટન્સ’નો હેતુ પ્રશંસકો સાથેનું આદાનપ્રદાન મજબૂત બનાવવાનો અને જનરલ હેલ્થ અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો છે

ટાટા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ચેમ્પિયન્સ ગુજરાત ટાઇટન્સે ‘રેસ વીથ ધ ટાઇટન્સ’ નામની અનોખી ફેન એંગેજમેન્ટ અને હેલ્થ એન્ડ વેલનેસ પહેલ શરૂ કરી છે. Gujarat Titans launch ‘Race with the Titans’ in partnership with Stepathlon

ગુજરાત ટાઇટન્સે પ્રશંસકોને ચુસ્ત અને તંદુરસ્ત બનવા પ્રોત્સાહિત કરવા સ્ટેપેથ્લોનની ભાગીદારીમાં કેમ્પેન લોંચ કર્યું છે. પ્રશંસકો ગુજરાત ટાઇટન્સની સત્તાવાર એપ ટાઇટન્સ ફેમ પર સાઇનિંગ અપ કરીને આ કેમ્પેનનો હિસ્સો બની શકે છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.

ગુજરાત ટાઇટન્સની આ પહેલ પ્રશંસકો સાથેનું બંધન મજબૂત કરવા અને તેમને ટીમ સાથે જોડાવાની અનુભૂતિ કરાવવા તૈયાર કરવામાં આવી છે. ‘રેસ વીથ ધ ટાઇટન્સ’ કોઇ પણ ઉંમરનાં, લિંગનાં અને કોઈ પણ સ્થળે રહેતાં પ્રશંસકોમાં ચુસ્તી અને તંદુરસ્તી સુધારવાનો પ્રયત્ન છે. આમ તો આ આરોગ્ય અને સુખાકારી અંગેની પહેલ છે, પણ ગુજરાત ટાઇટન્સે તેમાં વિવિધ પ્રવૃત્તિઓ ઉમેરીને તેને રસપ્રદ બનાવી છે.

રસપ્રદ આદાનપ્રદાનનો અનુભવ પ્રશંસકોને રોચક સ્પર્ધાઓમાં ભાગ લઇને તંદરુસ્તીનાં સીમાચિહ્નો હાંસલ કરવામાં મદદ કરશે, જેમાં તેઓ અન્યો સાથે સ્પર્ધા કરી શકશે. આ સ્પર્ધાઓમાં 30 સેકન્ડ પુશ-અપ ચેલેન્જ, એક સપ્તાહ સુધી દરરોજ 10,000 પગલાં પૂરાં કરવા અને કસરત કરતી તસવીર મિત્રો સાથે શેર કરવી વગેરેનો સમાવેશ થાય છે. તંદુરસ્ત સ્પર્ધાની ભાવનાથી ગુજરાત ટાઇટન્સ વ્યાપક સમુદાયમાં આરોગ્ય અને સુખાકારી અંગેની પ્રતિબધ્ધતા ફેલાવવા માંગે છે.

‘રેસ વીથ ધ ટાઇટન્સ’ ના પ્રારંભની જાહેરાત ગુજરાત ટાઇટન્સની સત્તાવાર સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવશે. આ કેમ્પેન દ્વારા સૌથી સફળ સ્પર્ધકોને ગુજરાત ટાઇટન્સનાં ખેલાડીઓ સાથે મુલાકાત, મેચની ટિકિટો, ખેલાડીઓનાં હસ્તાક્ષર વાળાં મર્ચેન્ડાઇઝ સહિતની અનેક ભેટ આપવામાં આવશે.

ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંઘે જણાવ્યું હતું કે, “ગુજરાત ટાઇટન્સમાં અમારો અભિગમ પ્રશંસકો સાથે સંપર્ક રાખવાનો રહ્યો છે. ‘ટાઇટન્સ ફેમ’નાં આરોગ્ય અને સુખાકારીમાં મહત્વની ભૂમિકા ભજવવી એ અમારી જવાબદારી છે એવું અમે માનીએ છીએ. ‘રેસ વીથ ધ ટાઇટન્સ’ પહેલ ટાટા આઇપીએલ સીઝન પહેલાં, દરમિયાન અને પછી ટાઇટન્સનાં પ્રશંસકોને સશક્ત અને કરવા અને જોડવાનો અર્થપૂર્ણ માર્ગ છે.”

સ્ટેપ્થેલોનના એક્ઝિક્યુટિવ ચેરમેન અને સ્થાપક રવિ ક્રિશ્નને જણાવ્યું હતું કે, “ટાટા આઇપીએલ સાથેની મારી યાત્રા ટુર્નામેન્ટના પ્રથમ વર્ષમાં થઈ હતી અને સ્ટેપ્થેલોન દ્વારા તેમાં ભૂમિકા ભજવવી અને ગુજરાત ટાઇટન્સ સાથે સાચું મૂલ્ય પૂરું પાડવું એ અમારી કદર સમાન છે. પીચ પર અને પીચની બહાર ટાઇટન્સ ઇનોવેટર બની રહ્યાં છે. આગામી વર્ષોમાં તેમની વૃધ્ધિ અને પ્રશંસકો, સ્પોન્સર તથા મહત્વનાં હિસ્સેધારકો સાથે સંબંધો મજબૂત બનાવવા અમે આશાવાદી છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.