ભરૂચમાં CNG પંપ સંચાલકો પડતર માંગણીઓને લઈને હડતાલ પર

તમામ પંપ પર CNGનું વેચાણ બંધ રહેતા રિક્ષા સહિત અન્ય વાહન ચાલકો મુશ્કેલીમાં
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ સીએનજી પંપ સંચાલકો કમિશન વધારાની માંગ સાથે હડતાલ પર ઉતરતા તમામ પંપ ઉપર સીએનજીનું વેચાણ બંધ રહેતા રિક્ષાચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
સીએનજી પંપ સંચાલકો પોતાની પડતર માંગણી લાંબા સમયથી યોગ્ય પ્રતિસાદ નહિ મળતા ભરૂચ તમામ સીએનજી પંપ પરથી ગેસનું વેચાણ બંધ થયુ છે.
જેથી સીએનજીથી ચાલતા વાહનો ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.કમિશન વધારવાની અને એક્ઝિટ પોલિસીમાં નોટિસ પિરિયડ વધાવવાની પંપ સંચાલકોની માંગ છે.સીએનજી ગેસ કંપનીની ફ્રેન્ચાઈઝી એસોસિયેશને હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે.

ઓઈલ કંપનીના પંપ સંચાલકોને 3 રૂપિયા 17 પૈસા જેટલું કમિશન આપવામાં આવે છે.જ્યારે સીએનજી ગેસના પંપ સંચાલકોને 2 રૂપિયા 16 પૈસા જેટલું કમિશન આપવામાં આવે છે.ત્યારે સીએનજી ગેસ પંપ સંચાલકોને પણ 3 રૂપિયા 17 પૈસા જેટલું સમાન કમિશન મળે તેવી માંગ સાથે એક દિવસ હડતાલ ઉપર ઉતરી ગેસનું વેચાણ બંધ રાખતા રિક્ષાચાલકોની રોજગારી પર અસર પડતાં મુશ્કેલી સાથે રોષ જોવા મળ્યો હતો.