Western Times News

Gujarati News

નાસાએ ઈસરોને NISAR સેટેલાઈટ અંતે સોંપી દીધું

નવી દિલ્હી, અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)ને એનઆઈએસએઆર સેટેલાઈટ સોંપી દીધું છે. તેને રિસીવ કરવા માટે ઈસરોના પ્રમુખ ડૉ. એસ.સોમનાથ ખુદ જેટ પ્રોપેલ્શન લેબોરેટરી પહોંચ્યા હતા. હવે આ સેટેલાઈટને ભારત લવાશે. આ સેટેલાઈટ એવો છે જે જાેશીમઠ જેવી ઘટનાઓ બને તે પહેલાથી જ એલર્ટ મોકલી આપશે. આ સેટેલાઈટને તૈયાર કરવા પાછળ આશરે ૧૦ હજાર કરોડનો ખર્ચ કર્યો છે. તેને જીએસએલવી-એમકે૨ રોકેટથી લોન્ચ કરાશે. એનઆઈએસએઆરસેટેલાઈટથી આખી દુનિયાને મોટો ફાયદો થવાનો છે. તે દુનિયાને કુદરતી આપત્તિઓથી બચાવવામાં મદદ કરશે. આ દુનિયાનું સૌથી મોંઘુ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે.

આ સેટેલાઈટ ફક્ત કોઈ શહેર ધસવાની ઘટના જ નહીં પણ આખી દુનિયા પર નજર રાખશે. તે વાવાઝોડા, આંધી, જ્વાળામુખી, ભૂકંપ, ગ્લેશિયર પીગળવા, સમુદ્રી તોફાન, જંગલની આગ, સમુદ્રના જળસ્તરમાં વધારા સહિત અને આપત્તિઓ અંગે એલર્ટ મોકલશે. નિસાર સ્પેસમાં પૃથ્વીની ચારેકોર જમા થતા કચરા અને પૃથ્વી પર અંતરિક્ષથી આવતા ખતરા વિશે પણ માહિતી મોકલશે. આ ભારત અને અમેરિકા વચ્ચેનું સૌથી મોટું સંયુક્ત સાયન્સ મિશન છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.