Western Times News

Gujarati News

તૂર્કીમાં ભૂકંપના આંચકાથી ૧૮૦૦થી વધુનાં મોત, હજારથી વધારે ઘાયલ

અંકારા,  તૂર્કીમાં આજે ભુકંપના આંચકાઓ ઉપર આંચકાઓ આવી રહ્યા છે. તુર્કી અને સીરિયામાં આજે ૧૨ કલાકની અંતર બીજાે જાેરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારતીય સમય મુજબ ૪.૦૦ વાગે ભૂકંપનો બીજાે ઝટકો આવતા અફરાતફરી સર્જાઈ છે. બીજા ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર ૭.૬ આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર એલ્બિસ્તાન હોવાના અહેવાલો છે.

તુર્કી અને સીરિયામાં અત્યાર સુધીમાં ૧૩૦૦થી વધુ લોકોનો મોત થયા છે. તુર્કી અને સીરિયામાં અગાઉ ૭.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો તો ફરી ૭.૬નો ભૂકંપનો આંચકો આવતા ભારે જાનહાની સર્જાઈ છે. ભૂકંપના કારણે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઘણા લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. ભૂકંપના કારણે તૂર્કીમાં અનકે ઈમારતો ધરાશાઈ થયી છે. સતત બીજાે ભૂકંપ આવવાના કારણે ત્યાંના લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ભૂકંપના પગલે અહીં પુરજાેશમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજે તૂર્કીમાં સવારે પણ ૭.૮નો જાેરદાર ભૂકંપ આવ્યો હતો. નૂરદગીથી ૨૩ કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭.૯ માપવામાં આવી છે. મળતા અહેવાલો અનુસાર ભૂકંપ દરમિયાન ૧૩૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ૧૦૦૦થી વધુ લોકો ઘવાયાની માહિતી મળી રહી છે. અહેવાલો પરથી ઈઝરાઈલ અને લેબનાનમાં પણ મોતના આંકડા સામે આવવાની સંભાવના છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર ગાજિયાટેપથી લગભગ ૩૩ કિલોમીટર અને નુર્દગી શહેરથી લગભગ ૨૬ કિલોમીટર દૂર હતું.

આ ૧૮ કિલોમીટર ઊંડાણમાં કેન્દ્રિત હતું. ભૂકંપના આંચકા સીરિયા સુધી પણ અનુભવાયા હતા. ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે તુર્કી અને સીરિયામાં અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુનાઇટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે અનેક જાનહાનિ થવાની આશંકા છે. આ દુર્ઘટના પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા તુર્કીના નાગરિકોને મદદનું આશ્વાશન આપ્યું છે.

સવારે આવેલા જાેરદાર ભૂકંપમાં તૂર્કીમાં એક હોસ્પિટલ પત્તાના મહેલની જેમ ધરાશાઈ તઈ ગઈ, જેમાં નવજાત સહિત ઘણા લોકોને બચાવાયા. તુર્કીના એક શહેર અડાનામાં એક વ્યક્તિએ જણાવ્યું કે, તેમના ઘરની પાસે આવેલી બિલ્ડિંગ એક ઝટકામાં ધરાશાઈ થઈ ગઈ. તુર્કેઈને તુરંત સહાય આપવા વડાપ્રધાન મોદીના નિર્દેશ પર PMસ્ના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ મહત્વની બેઠક યોજી. બેઠકમાં જણાવાયું કે, શોધખોળ અને રેસ્ક્યૂ અભિયાન માટે NDRF અને મેડિકલ ટીમ તુર્કેઈ મોકલવામાં આવશે. ઉપરાંત તુર્કેઈ માટે રાહત સામગ્રી પણ રવાના કરાશે. એનડીઆરએફની બે ટીમોમાં ૧૦૦ જવાનો હશે, જેમાં ડૉદ સ્ક્વોડ પણ સામેલ છે. ઉપરાંત આ ટીમો જરૂરી ઉપકરણો પણ તેમની સાથે લઈ જશે. મેડિકલ ટીમમાં ડૉક્ટર, અન્ય સ્ટાફ અને જરૂરી દવાઓ હશે.

વિશ્વના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે નાના-મોટા ધરતીકંપો થતા રહે છે. નિષ્ણાતો માને છે કે વિશ્વભરમાં દર વર્ષે ૨૦ હજારથી વધુ વખત ભૂકંપ આવે છે. આમાંના કેટલાક એટલા નાના છે કે તે સિસ્મોગ્રાફ પર પણ નોંધી શકાતા નથી. કેટલાક ધરતીકંપ એટલા શક્તિશાળી હોય છે કે તે ભયંકર વિનાશનું કારણ બને છે. ધરતીની અંદરની ઉથલપાથલને ભૂકંપનું કારણ માનવામાં આવે છે. એક હકીકત એ પણ છે કે આ ધરતીકંપ લાખોની સંખ્યામાં આવે છે, પરંતુ મોટાભાગના આંચકા હળવા હોય છે અને તે ઓળખાતા નથી.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.