Western Times News

Gujarati News

સૂર્યકુમાર યાદવને નાગપુરમાં ટેસ્ટ કરિયરમાં ડેબ્યૂ મળી શકે

નવી દિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગવાસ્કર ટ્રોફીની પહેલી મેચ ૯ ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમવા માટે જઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર હાલ એવી ચર્ચા છેડાઈ છે કે ટી-૨૦માં હાહાકાર મચાવી દેનારા સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળશે કે પછી શુભમન ગિલ મિડર ઓર્ડરમાં બેટિંગ કરતો જાેવા મળશે. બંને ક્રિકેટર હાલ ગજબના ફોમમાં છે. બંનેને ઈગ્નોર કરવા મુશ્કેલ છે. પરંતુ ટીમ કોમ્બિનેશનના હિસાબે કોઈ એક જ તક મળી શકે છે. ઉપ કપ્તાન કેએલ રાહુલ ઓપનિંગમાં જાેવા મળશે. તો કેપ્ટન રોહિત શર્મા તેના પાર્ટનર હશે. એ પછી વિરાટ કોહલી હશે. જાે કેએલ રાહુલ ડ્રોપ થાય તો શુભમન ગિલને તક મળી શકે છે. સૂર્યકુમાર યાદવને પાંચમા નંબરે બેટિંગ કરવા માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જેની પાછળ ત્રણ મુખ્ય કારણ છે.

૩૬૦ ડિગ્રી બેટ્‌સમેન સૂર્યાકુમાર યાદવ હાલ ગજબનો ફોમમાંછે. ટી-૨૦ સર્કિટમાં તો તેના જેવી બેટિંગ કોઈએ કરી નથી. તે એવા બેટ્‌સમેનોમાં સામેલ છે કે જેઓ ટી-૨૦ના ફોર્મ રેડ બોલથી રમનારી ટેસ્ટમાં પણ ચાલુ રાખી શકે છે. જ્યારે બાંગ્લાદેશમાં ટીમ ઈન્ડિયા રમી રહી તો તેણે રણજી ટ્રોફીમાં રમવાનું પસંદ કર્યુ હતુ. ગિલની તુલનામાં સૂર્યાની સાથે પોઝિટિવ ફેક્ટર એ છે કે તે મિડલ ઓર્ડરમાં જ બેટિંગ કરે છે. જ્યારે શુભમન ગિલ પ્રોફેશનલ ઓપનર છે. ટીમ મેનેજમેન્ટ જાે વિશ્વાસ કરે તો સૂર્યા નાગપુરમાં રમતો જાેવા મળી શકે છે.

મિડલ ઓર્ડરમાં વિસ્ફોટની જવાબદારી આમ તો ઋષભ પંત પાસે હોય છે. પરંતુ તે ભયંકર કાર એક્સીડન્ટના કારણે ટુર્નામેન્ટમાં રમી રહ્યો નથી. તે સ્પિન વિરુદ્ધ બિન્દાસ્ત રમવા માટે જાણીતો છે. ત્યારે તેની ગેરહાજરીમાં સૂર્યા આ જવાબદારી સારી રીતે સંભાળી શકે છે. પંતની જેમ સૂરમયા પણ સ્પિન પર હાવી થઈને રમવાનું પસંદ કરે છે. આ રીતે તે નાથન લિયોન વિરુદ્ધ એક્સ ફેક્ટર હોઈ શકે છે.

સૂર્યાને આઈપીએલ અને ટી-૨૦ ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગથી પ્રસિદ્ધિ જરુર મળી, પરંતુ તેનો ફર્સ્ટ ક્લાસ એટલે કે રેડ બોલ ક્રિકેટમાં પણ પ્રદર્શન જાેરદાર રહ્યું છે. તેણે કરિયરમાં ૭૯ મેચોમાં ૪૪.૭૫ની એવરેજથી ૫૫૪૯ રન બનાવ્યા છે. જ્યારે ૧૪ સદી અને ૨૮ અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૬૩.૫૬નો રહ્યો હતો, જ્યારે ૨૦૦ હાઈએસ્ટ સ્કોર છે.SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.