રિલાયન્સ જિયો અને GSMA દ્વારા રાષ્ટ્રવ્યાપી ડિજિટલ સ્કિલ પ્રોગ્રામનો પ્રારંભ
મુંબઈ, રિલાયન્સ જિયો અને GSM એસોસીએશન (GSMA) જીએસએમએ સંલગ્ન વ્યાપક વિમેન કમિટમેન્ટ ઇનિશિયેટિવ હેઠળની સંયુક્ત પહેલ અંતર્ગત ડિજિટલ સ્કિલ પ્રોગ્રામના રાષ્ટ્રીય સ્તરે પ્રારંભની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ કાર્યક્રમનો હેતુ ગ્રામીણ મહિલાઓ અને સીમાંત/ઓછી આવક ધરાવતા સમૂહોની વ્યક્તિઓને ડિજિટલ સેવાઓનો અર્થપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ કરવા માટે જરૂરિયાત આધારિત તાલીમ આપવાનો છે. Reliance Jio and GSMA roll out a nationwide Digital Skills Program
જીએસએમએના મોબાઈલ જેન્ડર ગેપ રિપોર્ટ 2022 મુજબ ભારતમાં મહિલાઓ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરવામાં પુરુષો કરતાં 41% ઓછી શક્યતા ધરાવે છે. ભારતમાં 248 મિલિયન પુરુષોની સરખામણીમાં કુલ 330 મિલિયન મહિલાઓ હજુ પણ મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરતી નથી. સાક્ષરતા અને ડિજિટલ કૌશલ્યોનો અભાવ એ મોબાઈલ ઈન્ટરનેટ ઉપયોગ માટેના ટોચના નોંધાયેલા અવરોધોમાંનો એક છે.
આ પ્રોગ્રામના એક ભાગરૂપે જીએસએમએ અને જિયોની ટીમોએ પ્રચલિત ડિજિટલ કૌશલ્યના અભાવનું મૂલ્યાંકન કરવા અને જરૂરિયાત આધારિત ડિજિટલ કૌશલ્ય તાલીમ ટૂલકિટ વિકસાવવા માટે સાથે મળીને કામ કર્યું છે અને તે ભારતની જરૂરિયાત મુજબની છે. વ્યાપક ફિલ્ડ રિસર્ચ અને યુઝર ફિડબેક બાદ ટૂલકીટ ડિઝાઇન કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ અને તમિલનાડુમાંથી 1,000થી વધુ ગ્રામીણ મહિલાઓ અને પુરુષોએ તેમાં ભાગ લીધો હતો અને ટ્રાયલના તબક્કા દરમિયાન ડિજિટલ તાલીમ ટૂલકિટમાં ફેરફારો કરવા માટે તેમના અભિપ્રાયો આપ્યા હતા.
અત્યારે રાષ્ટ્રીય સ્તરે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં મહિલાઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમૂહો સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરીને 10 રાજ્યોમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન તેના વિશાળ નેટવર્ક અને સ્વ-સહાય જૂથો દ્વારા આ કાર્યક્રમને આગળ ધપાવશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં.
આ પ્રસંગે રિલાયન્સ જિયોના ડિરેક્ટર કુ. ઈશા અંબાણીએ જણાવ્યું કે, “મોબાઇલ ટેક્નોલોજી મહિલાઓને સશક્ત બનાવવાની ક્ષમતા ધરાવે છે, તેમને વધુ કનેક્ટેડ, સ્વતંત્ર અને સુરક્ષિત અનુભવ પૂરો પાડે છે અને તેમને તેમના રોજિંદા જીવનમાં મદદરૂપ થતી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. ભારતભરની મહિલાઓ સુધી ડિજિટલ કૌશલ્ય પ્રશિક્ષણ લઈ જવા માટે અને તેમની પાંખો નીચે પવન બનવાના આ કાર્યક્રમમાં જીએસએમએ સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે.”
આ કાર્યક્રમ અંગે ટિપ્પણી કરતાં જીએસએમએના ડિરેક્ટર જનરલ શ્રી મેટ્સ ગ્રેનરીડે કહ્યું કે, “મોબાઇલ ટેક્નોલોજીમાં મહિલાઓના માનવ અધિકારોનું રક્ષણ કરવા અને તેમના આર્થિક, સામાજિક અને રાજકીય સશક્તિકરણ અને વિકાસને મજબૂત કરવા માટે સકારાત્મક યોગદાન આપવાની ક્ષમતા છે.
પરંતુ મહિલાઓ વધુ ને વધુ કનેક્ટેડ દુનિયામાં પાછળ ન રહી જાય તેની ખાતરી કરવા માટે વધુ કામ કરવાની જરૂર છે. ડિજિટલ સ્કિલ પ્રોગ્રામને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા અને મહિલાઓના ડિજિટલ સમાવેશને વેગ આપવા માટે અમે જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ.”
આગામી કેટલાક મહિનાઓમાં રિલાયન્સ જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન આ કાર્યક્રમને વ્યાપક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.