ઓસ્ટ્રે્લિયાના વિશ્વ વિજેતા કેપ્ટન આરોન ફિંચે લીધો સંન્યાસ
નવી દિલ્હી, બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ તૈયારી કરી રહી છે અને સીરિઝનો પહેલો મુકાબલો ૯ ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમાશે.
એના બે દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયાના વિશ્વ વિજેતા ટી-૨૦ ટીમના કેપ્ટન આરોન ફિંચે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈને સૌને ચોંકાવી દીધા છે. ફિંચે ૨૦૨૨માં વન ડે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ૩૬ વર્ષીય આઈસીસી પુરુષ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૫ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતો, જ્યારે ૨૦૨૧માં ટી-૨૦ વિશ્વ કપના કેપ્ટન હતો.
સંન્યાસની જાહેરાત કરતા ફિંચે કહ્યું કે, એવુ અનુભવી રહ્યો છું કે ૨૦૨૪માં આગામી ટી-૨૦ વિશ્વ કપ સુધી નહીં રમી શકું, હવે યોગ્ય સમય છે કે પદ છોડી દઉં અને ટીમને યોજના બનાવવા માટે સમય આપું.
ફિંચે પોતાની ફેમિલી અને ફેન્સ વિશે કહ્યું કે, હું મારા પરિવાર અને ખાસ કરીને મારી પત્ની એમી, મારી ટીમના સાથીઓ, ક્રિકેટ વિક્ટોરિયા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સ એસોસિએશનનો આભાર માનવા માગુ છું. તેઓએ મને એ રમવા માટે મંજૂરી આપી કે જે મને પસંદ છે. હું એ તમામ પ્રશંસકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ મને સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય કરિયરમાં મારું સમર્થન કર્યું.
આ રસપ્રદ સફર વિશે કહ્યું કે, ૨૦૨૧માં ટી-૨૦ વિશ્વ કપની પહેલી જીત અને ૨૦૧૫માં ઘરેલુ જમીન પર વનડે વિશ્વ કપ હંમેશા મારા માટે એક શાનદાર ક્ષણ રહેશે. ૧૨ વર્ષો સુધી ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરવું, મહાન ખેલાડીઓ સાથે રમવું અવિશ્વસનીય સન્માન રહ્યું છે.
ફિંચ ટી-૨૦ ઈન્ટરનેશનલ ઓસ્ટ્રેલિયાની સાથે સૌથી વધારે રન બનાવનારો બેટ્સ છે. કેયમે ૩૪.૨૮ની એવરેજ અને ૧૪૨.૫૩ના સ્ટ્રાઈક રેટથી ૩૧૨૦ રન બનાવ્યા છે. ૨૦૧૮માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ફિંચે ૧૭૨ રન ફટકાર્યા હતા, જે આજે પણ એક રેકોર્ડ છે.
ઓસ્ટ્રેલિયાની ટીમને ટી-૨૦ સીરિઝ ઓગસ્ટ મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રમવાની છે. એટલે કે ઓસ્ટ્રેલિયા પાસે કેપ્ટનની પસંદગી કરવા માટે પૂરતો સમય છે. એવું પણ શક્ય છે કે પૈટ કમિંસને જ ટેસ્ટ અને વનડે બાદ ટી-૨૦ની કેપ્ટનસી પણ મળી શકે છે.SS1MS