દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પદભાર સંભાળતા ઉર્વશીબહેન પટેલ
(પ્રતિનિધિ)દમણ, દમણ જિલ્લાની આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે શ્રીમતી ઉર્વશીબહેન જયેશ પટેલે આજે સત્તાવાર રીતે પોતાનો અખત્યાર સંભાળી લીધો હતો. આજે સવારે દમણના વિકાસ ઘટક અધિકારીશ્રીની કચેરી ખાતે બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરાએ નવનિર્વાચિત સરપંચ શ્રીમતી ઉર્વશીબહેન પટેલને હોદાના શપથ લેવડાવ્યા હતા.
આવ્યા હતા. જે બાદ ગ્રામ પંચાયત ભવનમાં ઉર્વશીબેન પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. ઉર્વશીબહેન પટેલે ગ્રામ પંચાયત ભવનમાં પૂજા અર્ચના કર્યા બાદ સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નવનિયુક્ત સરપંચને અભિનંદન આપવા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉર્વશીબહેન પટેલે હોદો સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલી અને ભાજપની વિચારધારાથી ખૂબ જ પ્રભાવિત છું,
આવનારા સમયમાં મારા ગ્રામ પંચાયત વિસ્તારમાં દરેક કામને ઝડપી બનાવવાની મારી પ્રાથમિકતા છે. આ પ્રસંગે શ્રી મહેશભાઈ આગરિયા અને પ્રદેશ ભાજપ મીડિયા સેલ સંયોજક શ્રી મજીદભાઈ લધાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી ઉર્વશીબહેન પટેલે જણાવ્યું હતું કે, મારો સંકલ્પ છે કે, હું મારો વધુમાં વધુ સમય જનસેવાને સમર્પિત કરીશ.
આ પ્રસંગે આંટિયાવાડ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, એન.સી.પી.ના શ્રી ગોવિંદભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ કામલી, દમણ જિ.પં.ના સભ્યો સર્વશ્રી શ્રીમતી વર્ષિકાબહેન પટેલ, શ્રીમતી ફાલ્ગુની પટેલ તથા સોમના પંચાયતના સરપંચ શ્રીમતી ચૈતાલીબહેન કામલી સહિત અનેક લોકોએ અભિનંદન આપ્યા હતા.