Western Times News

Gujarati News

સરખેજથી સિંધુભવન રોડ પર કાફેમાં પહોંચી રહ્યું છે ડ્રગ્સ

પ્રતિકાત્મક

પોલીસે ૧પ૦ હોટલ, રેસ્ટોરન્ટવાળા સાથે મીટીગ કરી પરંતુ સરખેજની સરહદો હજુ ખુલ્લી

અમદાવાદ, સરદાર પટેલ રીગ રોડ અને સિંધુભવન રોડ પર ખુલ્લેઆમ ડ્રગનું વેચાણ થઈ રહયું છે. સરખેજ સાણંદ રોડ પર પણ ધીરે ધીરે આ દુષણ વધી રહયું છે. શહેર પોલીસે સિંધુભવન રોડ અને સરદાર પટેલ રીગ રોડ પરના ૧પ૦થી વધુ હોટલ રેસ્ટોરેન્ટ અને કાફે સંચાલકો સાથે મીટીગ કરીને આ દુષણ અટકાવવા માટે ચર્ચા કરી હતી.

જાેકે, આ સમગ્ર વિસ્તારમાં એમડી ડ્રગ્સ અઅને નશીલી દવાઓ, કફ સીરપ તેમજ દારૂ સરખેજ થઈને જ આવતો હોવાનું લગભગ તમામ તપાસમાં ખુલ્યું છે. તેમ છતાં હોટલ સંચાલકો પર દબાણ વધારવામાં આવી રહયું છે. શહેરની એન્ટ્રી પોઈન્ટ પર કોઈ પણ પ્રકારની સુરક્ષા કે ચેકીગ નહી હોવાની ફરીયાદો ઉઠી છે.

અમદાવાદ શહેર પોલીસ કમીશશ્નર શ્રીવાસ્તવ શહેરમાંથી દારૂ, જુગાર, ડ્રગ્સનું દુષણ દુર કરવા કટીબદ્ધ છે. તેના માટે તમામ પોલીસના અધિકારીઓઅને યોગ્ય પગલાં લેવા તેમણે કડક સુચના આપી છે. પોલીસ કમીશ્નરના આદેશ બાદ પણ સરખેજ, જુહાપુરા, સરખેજ-સાણંદ રોડ સરદાર પટેલ રીગ રોડ સિંધુભવન તથા

પશ્ચિમ અમદાવાદના લગભગ વિસ્તારોમાં નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહયું છે. પોલીસ મથકના અધિકારીઓ ઉપરાંત એસઓઅજી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા પણ આવા તત્વોને ઝડપી લેવાની કવાયત ચાલી રહી છે.

લાંબા સમયથી એસઓજી દ્વારા પણપ સરખેજ આજુબાજુમાંથી નશીલા પદાર્થો ઝડપી લેવાયા છે. શહેરમાં ઠલવાતો મોટાભાગનો વિલાયતી દારૂ પણ સરખેજથી જ શહેરમાં પ્રવેશતો હોવાનું મોટાભાગની તપાસોમાં ખુલ્લી રહયું છે. સરખેજ પોલીસ દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવવાના બદલે નશાખોરી અને ડ્રગ્સનું દુષણ અટકાવવા માટે સીનીયર પોલીસ અધિકારીઓ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સાથે મીટીગો કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.