Western Times News

Gujarati News

હજયાત્રીઓ માટે અરજીની પ્રક્રિયા ફ્રી બનાવાશેઃખર્ચમાં પ૦ હજાર સુધીની છૂટ

પ્રતિકાત્મક

(એેજન્સી) નવીદિલ્હી, ભારતને આ વૃષે હજ માટે લગભગ ૧.૭પ લાખનો ક્વોટા આપવામાં આવ્યો છે. નવીહજનીતિ હેઠળ કુલ ક્વોટાનો ૯૦ ટકા હજ કમિટી ઓફ ઈન્‌૯ીયાને વહેંચવામાં આવશે. અને બાકીના ખાનગી ઓપરેટરોનેેે વેહંચવામાં આવશે.

જાે કે સરકારે હજુ સુધી હજ માટે અરજી ખોલી નથી. નવી નીતિ હેઠળ મહિલાઓ, બાળકો, વિકલાંગ વ્યક્તિઓ અને વૃધ્ધો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. હજ -ર૦ર૩ માટે રપ પ્રસ્થાન સ્થળો હશે.

કેન્દ્રીય લઘુમતિ બાબતોના મંત્રાલયે જાહેરાત કરી છે કે ભાત સરકારે નવી હજ પોલીસીમાં કેટલાંક નવા ફેરફાર કર્યા છે. નવી પોલીસી મુજબ હજ અરજી ફ્રી થશે. હજયાત્રીઓને પ૦ હજાર સુેધીનું ડીસ્કાઉન્ટ મળશે. હજ યાત્રીઓએ છત્રી, ચાદર અને સૂટકેસ જેવી ચીજવસ્તુઓ માટેે પૈસા ચૂકવવા પડશે નહીં. ટૂંક સમયમાં હજ યાત્રાળુઓ માટે હજયાત્રાના ફોર્મ જારી કરવામાં આવશે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં હજયાત્રીઓ યુપીમાંથી હજ પર જાય છે.

સુત્રોએે જણાવ્યુ હતુ કે હજયાત્રાના પ્રસ્થાન સ્થળોમાં દિલ્હી, મુંબઈ, કોલકતા, હૈદ્રાબાદ, બેેગ્લુરૂ ચેન્નાઈ, શ્રીનગર, રાંચી, ગયા, ઔરંગાબાદ, વારાણસી, જયપુર, નાગપુર, કોચી, અમદાવાદ, લખનૌ, કન્નુર, વિજયવાડા, અગરતલા અને કાલિકટ સામેલ છે. જરૂર પડશે તો આ પ્રસ્થાન સ્થળોમાં હજુ વધારો કરાશે.

કેન્દ્રીય લઘુમતિ બાતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનેેે પોતાની ક્વોટા છોડવો. એ સંકેત છે કે દેશમાં વીઆઈપી સંસ્કૃતિ ખતમ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં વીઆઈપી કલ્ચર વિરૂધ્ધ અનેક પગલાં લીધા છે. જેમાં સરકારી અધિકારીઓના વાહનો પર લાલ લાઈટ લગાવવા પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદી હંમેશા વીઆઈપી કલ્ચર વિરૂધ્ધ બોલતા રહ્યા છે.

નવા આદેશ મુજબ આ વખતે હજયાત્રા માટેે અરજી મફત હશે. ગત હજયાત્રામાં સામાન્ય હજયાત્રીઓનો સરેરાશ ખર્ચ ૩,૯૦,૦૦૦ હતો. જે આ વખતે ઘટશે. હજયાત્રામાં હાજીનો રોકાણનો સમયગાળો ૪૦ના બદલે ૩૦ દિવસનો રહેશેે. અગાઉ અરજી કરતી વખતે સૂટકેસ, છત્રીની, થેલો, ચાદરના પૈસા લેેવામાં આવતા હતા હવે એવું નહીં થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.