ગાંધીનગર ગીફટસીટીમાં બનશે 300 કરોડના ખર્ચે બનશે 300 બેડની લીલાવતી હોસ્પિટલ
લગભગ ૩૦૦ કરોડના ખર્ચે ૩૦૦ બેડની હોસ્પિટલ માં વર્લ્ડકલાસ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
ગાંધીનગર, ગાંધીનગર નજીક ઝડપથી વિકાસ પામી રહેલા ગીફટસીટીમાં વર્લ્ડ ફેમસ લીલાવતી હોસ્પિટલનુું નિર્માણ કરવામાં આવશે. ૩૦૦ કરોડના ખર્ચે ૧૩ માળના બિલ્ડીંગમાં કાર્યરત થનાર લીલાવતી હોસ્પિટલના કારણે ગુજરાતમાં મેડીકલ ટુરીઝમને પ્રોત્સાહન મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈમોદીના સ્વપ્ન સમાન ગીફટસીટીનો વિકાસ ધીમે ધીમે વેગ પકડી રહયો છે. ગીફટસીટીમાં ઘણા ટાવર કાર્યરત થઈ ચુકયા છે. વર્લ્ડકલાસ બેંકો અને ફાયનાન્સીયલ કંપનીઓ કાર્યરત થઈ ચુકી છે.
ગીફટસીટી સુધી પરીવહન સેવાને મજબુત કરવા મેટ્રો ટ્રેનને અહી સુધી લંબાવવામાં આવી રહી છે. આગામી વર્ષ સુધી મેટ્રો ટ્રેન ગીફટસીટી સુધી શરૂ થઈ જશે. અન્ય પ્રોજેકટ પણ અહી ટુંક સમયમાં કાર્યરત થઈ જશે. તેમાં સૌથી વધુ ધ્યાનકર્ષક પ્રોજેકટ વર્લ્ડ ફેમસ લીલાવતી હોસ્પિટલમાં છે.
સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈમાં લીલાવતી હોસ્પીટલનું સંચાલન કરનાર લીલાવતી કીર્તીલાલ મહેતા ટુંક સમયમાં ગીફટસીટી ખાતે લીલાવતી હોસ્પિટલ કાર્યરત કરવાનું આયોજન કરી રહયું છે. આ હોસ્પીટલ તેર માળના બિલ્ડીંગમાં કાર્યરત થશે.
લગભગ ૩૦૦ કરોડના ખર્ચે ૩૦૦ બેડની હોસ્પિટલ માં વર્લ્ડકલાસ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગીફટસીટીમાં હોસ્પીટલને પ.પ૦ લાખ સ્કવેર ફુટ જગ્યા ફાળવવામાં આવશે. લગભગ ર૦રપ ના અંતમાં આ વર્લ્ડકલાસ હોસ્પિટલ કાર્યરત થઈ જાય તેવું આયોજન છે.
આ હોસ્પિટલ શરૂ થતાં અમદાવાદ-ગાંધીનગરને ફાયદો મળશે જ સાથે જ ગુજરાતના મેેડીકલ ટુરીઝમને પ્રોત્સાહન મળશે. શ્રેષ્ઠ તબીબી સારવાર અહી ઉપલબ્ધ થાયતેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે.