Western Times News

Gujarati News

ઘરે કહ્યા વિના કિશોર બાઈક લઈ નીકળ્યો અને બસની અડફેટે ચડતાં મોત

પ્રતિકાત્મક

સુરત,સુરતના પુણાગામ વિસ્તારમાંથી માતા પિતાને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને નાની ઉંમરમાં મોટર સાયકલ ચલાવવા દેવાનું ગંભીર પરીણામ ભોગવવું પડે છ. તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.

પુણા વિસ્તારમાં ઘરમાં જાણ કર્યા વગર ૧પ વર્ષીય ધોરણ નવના વિધાર્થીએ પિતાની બાઈક લઈ લટાર મારવા નીકળ્યો હતો. રસ્તામાં લકઝરી બસની અડફેટે આવતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતંુ. પરીવારની બેદરકારી અને બાળકની નાદાનીને કારણે આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

મુળ ગીર સોમનાથના ઉના તાલુકાના અંજાર ગામના વતની અને પુણા ગામના સીતાનગર પાસે ચામુંડાનગર સોસાયટીમાં રહેતા મનીષભાઈ હીરાભાઈ ટાંક એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમનો ૧પ વર્ષીય પુત્ર યશ ઘર નજીકની નચિકેતા સ્કુલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતો હતો.

મનીષભાઈએ પાડોશી પાસેથી સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી હતી. હજુ નવી નવી જ શીખેલા બાઈકનો રાઉન્ડ મારવા યશ દરરોજ જતો હતો. ત્યારે ગતરોજ મોડી સાંજે નોકરી પરથી પિતા ઘરે આવ્યા બાદ પિતા કે પરીવારને જાણ કર્યા વગર બાઈકની ચાવી લઈ યશ બાઈક ચાલુ કરીને લટાર મારવા નીકળી પડયો હતો.

પિતા કે પરીવારને જાણ કર્યા વગર બાઈક લઈને નીકળી પડેલ યશ પુણાગામના સીતાનગરથી રેશ્મા સર્કલ તરફ જતા રોડ પર ફલાવય ઓવર બ્રીજ પાસેથી પસાર થતો હતો. દરમ્યાન પુરપાટ ઝડપે પસાર થતા એક લકઝરી બસના ચાલકે તેને કોઈક રીતે અડફેટમાં લઈ લીધો હતો. જેથી તેના માથા પરથી બસનું વ્હીલ ફરી ગયું હતું. બાદ બસનો ચાલક હંકારી કચડી નાંખ્યો હતો. અને નાસી છુટયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.