જંત્રી દરમાં વધારો થતા વધશે આગામી બજેટનું કદ
ગાંધીનગર, તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૬ બેઠકો જીતીને સતત સાતમી વખત ગુજરાતમાં સરકાર બનાવી છે. ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે.
આગામી ૨૪મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જંત્રી વધારાથી ગુજરાતના બજેટનું કદ વધશે.
બજેટસત્રનો પ્રારંભ ૨૩ ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે અને ૨૪ ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટનું કદ વધી શકે છે. વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટનું કદ ૨.૯૦ લાખ કરોડ રૂપિયાને પાર થવાની સંભાવના છે. જંત્રીના દર વધતા મહેસૂલની આવકમાં વધારો થશે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટનું કદ ૨.૪૩ લાખ કરોડ હતું. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગત વર્ષે ૨ લાખ ૪૩ હજાર ૯૫૬ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ જ નવા કરવેરા વગરનું પૂરાંત ભાડું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ, ખેડૂતો, આદિવાસી, માછીમારો માટેની જાહેરાતો કરવામાં આવી હતી.SS1MS