Western Times News

Gujarati News

જિયો-બીપીએ 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ શરૂ કર્યુ

ઇ20 ઇંધણ માટેના ભારત સરકારના નિર્દેશનને સમર્થિત અને કંપનીની નેટ-ઝીરો મહત્વાકાંક્ષાઓ સાથે સુસંગત – 

મુંબઈ, આરઆઇએલ અને બીપી વચ્ચેના ફ્યુઅલ અને મોબિલિટી ક્ષેત્રે સંયુક્ત સાહસ જિયો-બીપીએ ઇ20 પેટ્રોલના પ્રારંભિક વેચાણ શરૂ કર્યાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા નિર્ધારિત રોડમેપને અનુરૂપ જિયો-બીપી ઇ20 મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ કરાવનાર ભારતમાં પ્રથમ ફ્યુઅલ રિટેલર બની ગયું છે. Jio-bp introduces E20 blended petrol

ઇ20 પેટ્રોલ સાથે સુસંગત વાહનો ધરાવતા ગ્રાહકો પસંદગીના જિયો-બીપી આઉટલેટ્સ પર આ ઇંધણ ખરીદી શકશે અને ટૂંક સમયમાં આ પ્રકારના પેટ્રોલના વેચાણનું સમગ્ર નેટવર્ક પર વિસ્તરણ કરવામાં આવશે.

ઇ20 ઇંધણ ઇથેનોલનું વીસ ટકા અને અશ્મિભૂત ઇંધણનું એંસી ટકા મિશ્રણ છે. દેશનો તેલનો આયાત ખર્ચ ઘટાડવા, ઊર્જા સુરક્ષા વધારવા, કાર્બન ઉત્સર્જન નીચું રાખવા, હવાની ગુણવત્તા વધારવા, આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા, બગડેલા અનાજનો ઉપયોગ કરીને,

ખેડૂતોની આવકમાં વધારો કરવાના તથા રોજગાર સર્જન અને રોકાણની વધુ તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા દેશમાં પેટ્રોલમાં ઇ20 મિશ્રણની રજૂઆત કરવામાં આવી રહી છે. ઉપરાંત સરકારે ઇ20 ઇંધણના ઉપયોગના લક્ષ્યાંકને વર્ષ 2030ના બદલે આગળ વધારી વર્ષ 2025 કર્યું છે.

ફ્યૂઅલ અને મોબિલિટી માટે ભારતનું બજાર ઝડપથી વધી રહ્યું છે. આ બજાર આગામી 20 વર્ષોમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઇંધણ બજાર બનવાની અપેક્ષા છે. જિયો-બીપી મોબિલિટી સ્ટેશનો આ વધતી માંગને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે

અને ગ્રાહકની સુવિધાને અનુરૂપ આદર્શ રીતે સ્થિત છે. તેઓ આગળ જતાં ગ્રાહકો માટે સેવાઓની શ્રેણી એકસાથે લાવે છે – જેમાં એડિટિવાઇઝ્ડ ઇંધણ, ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ, રિફ્રેશમેન્ટ્સ અને ફૂડ સ્ટેશન્સ અને સમય જતાં લો કાર્બન સોલ્યુશન્સ ઓફર કરવાની યોજનાનો સમાવેશ થાય છે.

આ સંયુક્ત સાહસ સમગ્ર ભારતમાં ગ્રાહકલક્ષી વ્યવસાયોમાં રિલાયન્સની વિશાળ હાજરી અને ઊંડા અનુભવનો લાભ ઉઠાવીને ફ્યૂઅલ અને મોબિલિટી ક્ષેત્રે અગ્રેસર બનવા માટે સારી રીતે સક્ષમ છે અને બીપીનો ઉચ્ચ-ગુણવત્તાવાળા વિવિધ ફ્યૂઅલ્સ, લુબ્રિકન્ટ્સ, કન્વિનિયન્સ અને એડ્વાન્સ્ડ લો કાર્બન મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે વ્યાપક વૈશ્વિક અનુભવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.