Western Times News

Gujarati News

મિશન ગ્રીન અમદાવાદઃ એએમટીએસમાં પહેલીવાર ૧૦૦ ઈલેકટ્રીક બસ દોડશે

મ્યુનિ. કમિશ્નર એમ.થેન્નારસન દ્વારા શહેરમાં ગ્રીન ટ્રાન્સ્પોર્ટને પ્રોત્સાહન આપવા આગવી પહેલ કરાઈ

(એજન્સી) અમદાવાદ, મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેેન્નારસના આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ના રૂા.૮૦૦૦ કરોડના ડ્રાફટ બજેટમાં અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. વૈશ્વિક કક્ષાએ અમદાવાદ યુ-ર૦ બેઠકના આયોજક શહેર તરીકેતેમજ ર૦૩૬માં ઓલિમ્પિકનું આયોજન શહેરમાં થાય એવા પ્રયાસો ચાુ હોઈ મ્યુનિસિપલ કમિશ્નર એમ થેન્નારસને પોતાના સમગ્ર ડ્રાફટનેેે વૈશ્વિક સ્તરે શહેરની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાની દિશામાં આગેકૂચ કરનારૂ બનાવ્યુ છે. જેમાં મિશન ગ્રીન અમદાવાદને પણ કુનેહપૂર્વક આવરી લેવાયુ છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)ના ઈતિહાસમાં પહેલી વખત વાયુ પ્રદુષણમાં ઘટાડો કરનારી ૧૦૦ ઈલેકટ્રીક બસ રોડ પર દોડાવવાની બાબતનો સમાવેશ કરવામાં આયો છે.

શહેરમાં ટ્રાફિક તેમજ વાયુ પ્રદુષણમાં ઘટાડો થાય એ ખાસ જરૂરી બન્યુ છે. એ માટે વધુને વધુ નાગરીકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા થાય એ બાબત પણ અગત્યની છે. આ ધ્યેયને સાકાર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે.

પોતાના ડ્રાફટ બજેટમાં મ્યુનિસીપલ કમિશ્નર એમ. થેન્નારસન દ્વારા એએમટીએસ ના દાયકાઓ જૂના ઈતિહાસમાં પ્રથમ વાર ૧૦૦ ઈલેકટ્રીક બસ દોડતી થાય એવું આયોજન કરાયુ છે. ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવાની દિશામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કટીબધ્ધતાના ભાગરૂપેેે એએમટી એસને ૧૦૦ ઈલેકટ્રીક બસ મ્યુનિસીપલ તંત્ર દ્વરા આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ દરમ્યાન મળવાની છે.

આ તમામ ઈલેકટ્રીક બસમાં ફાસ્ટ ચાર્જીંગસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ તેને ગ્રથ કોસ્ટ કિલોમીટરના દરથી સંચાલનમાં મુકાશે. ૧૦૦ ઈલેક્ટ્રીક બસ ઉપરાંત મ્યુનિસિપલ તંત્ર દ્વારા આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ દરમ્યાન ર૦૦ રેગ્યુલર બસ પણ ગ્રીન કોસ્ટ કિલોમીટરના દરથી સંચાલનમાં મુકવાનું આયોજન કરાયુ છે. એએમટીએસની બસ માટે મુખયમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા (ચીફ મીનિસ્ટર અર્બન બસ સર્વિસ-સીએમબીયુએસ) હેઠળ રાજ્ય સરકારની ગ્રાંટ મળવાની છે.

એએમટીએસની ગત જાન્યુઆરી, ર૦ર૩માં રોજેરોજ સરેરાશ ૬૭પ બસ રોડ પર મુકાઈ હતી. જેનાથી તંત્રનેે દરરોજ રૂા.ર૩.૪૮ લાખની આવક થઈ હતી. જાન્યુઆરી મહિનામાં દૈનિક ૪.ર૩ લાખ પેસેન્જર્સ એએમટીએસ માં નોંધાયા હતા. જાે કે વર્ષ ર૦૩-ર૪માં સરેરાશ કુલ ૮૦૯ બસના કાફલા સામે દૈનિક ૭પ૪ બસ રોડ પર દોડતી કરાશે એવો મ્યુનિસિપલ તંત્રનો દાવો છે.

એએમટીએસમાં દોડનારી ઈલેકટ્રીક બસના ઓટોમેટીક દરવાજા સેન્સરવાળા હશે. જેના કારણે તેના દરવાજા જાે ખુલ્લા હોવાના સજાેગોમાં એ બસ ચાલી શકશે નહીં. પરિણામેેેે પેેસેન્જર્સની સલામતીમાં અનેકગણો વધારો થશે. આ ઈલેકટ્રોનિક બસમાં ઓટોમેટીક સ્ફાયર ડીટેકશન અને સપ્રેશન સિસ્ટમ રહેશે. ઉપરાંત બસમાં અગ્નિશામક સીલીન્ડર પણ મુકાશે. જેના કારણે આકસ્મિક આગના બનાવમાં પેસેન્જર્સની સુરક્ષા જળવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.