Western Times News

Gujarati News

આ કારણસર સિંધુ ભવન રોડ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો

પ્રતિકાત્મક

અમદાવાદ, અમદાવાદમાં આગામી તા. ૯-૧૦ ફેબ્રુઆરીએ જી-૨૦ અંતર્ગત સિટી શેરપા મિટીંગ અને જુલાઇ-ર૦ર૩મા યુ-૨૦ મેયર્સ સમિટ યોજાશે. ત્યારે યુ-૨૦ બેઠકને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે આજથી અમદાવાદના સિંધુ ભવન રોડ શનિવાર સુધી ટ્રાફિક માટે બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

તાજ સ્કાયલાઇન ખાતે યોજાનારી બેઠકને લઈ ર્નિણય લેવાયો છે. આ મામલે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે નોટિફિકેશન જાહેર કર્યું છે. ટોરફેન્સ્ટર સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડથી તાજ સ્કાયલાઈન વચ્ચેનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ૮ ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી માર્ગ બંધ રહેશે.

ઉલ્લેખનિય છે કે આ બેઠકને પગલે અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન તરીકે પણ જાહેર કરાયું છે. એટલે કે ડ્રોન ઉડાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં યોજાનારી અર્બન-૨૦ લોગો-વેબસાઇટ-વેલકમ સોંગનું ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચીંગ કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જી-૨૦ દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે અર્બન-૨૦ સાયકલ ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે.

વિઝનરી ગ્લોબલ લીડર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતમાં યોજાનારી જી-૨૦ સમિટના ઉપલક્ષ્યમાં અમદાવાદને આંગણે યોજાનારા અર્બન-૨૦ સમિટના લોગો તથા વેબસાઇટ અને સોશિયલ મિડીયા હેન્ડલ્સ તથા વેલકમ સોંગ લોન્ચીંગ કર્યું હતું.

વસુધૈવ કુટુંબકમ-એક ધરતી, એક પરિવાર-એક ભવિષ્ય’ના વિષયવસ્તુ સાથેની આ જી-૨૦ સમિટથી વડાપ્રધાનએ વિશ્વ સમુદાયને ભારતીય સંસ્કૃતિ અને સદાચારનો પરિચય કરાવ્યો છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે, શહેરી ક્ષેત્ર હોય કે ગ્રામીણ, આપણે એક પરિવાર ભાવથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને લઇને વિકાસ રાહે આગળ વધ્યા છીયે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.