Western Times News

Gujarati News

સાનિયા મિર્ઝાઃ મહિલા ટેનિસનો એક યુગ

ટેનિસનું નામ પડતાં જ અને કોઈ સાનિયા મિર્ઝાને યાદ ન કરે એ તો અશક્ય જ વાત લાગે. સાનિયા મિર્ઝા અને ટેનિસ જાણે કે એક સિક્કાની બે બાજુ .

વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ડબલ્સ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ઓસ્ટ્ર્‌લિયન ઓપનની ફાઈનલમાં હાર્યા બાદ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જાે કે તે આવતા મહિનેેે દુબઈમાં થનારી ડબલ્યુટીએ ટુર્નામેન્ટમાં એની ટેનિસ કારકીર્દીની છેલ્લી મેચ રમશે.

સાનિયા મિર્ઝાની પસનલ, લાઈફમાં અનેક તોફાનો આવવાના સમાચાર સોશ્યલ મીડીયા પર ખુબ ચર્ચાઈ રહ્યા છે. પરંતુ તે હવે એવા તબક્ક છે કે જેમાં જીતવા કે હારવાથી કોઈ ફરક પડતો નથી. જાે સાનિયા ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલ મેચ જીતી ગઈ હો તો તેનું સપનું ચોક્કસ સાકાર થાત. પરંતુ તેેેે થઈ શક્યુ નથી. હાર બાદ સાનિયા મિર્ઝા ભાવુક થઈ ગઈ હતી. અને ભારે હૈયેે ટેનિસને વિદાય આપી. આ સમાચારથી તેના લાખ્ખો પ્રશંસકોમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

સાનિયા મિર્ઝાએ ટેનિસમાં વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યુ છે. સાનિયાની સફળતાનું રહસ્ય એ હતુ કે તેણે ક્યારેય હાર ન માની. સાનિયા મિર્ઝા આજના સમયમાં યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

સાનિયાએ માત્ર રમત જ નહીં જીતી, પરંતુ કરોડો લોકોના દિલ પણ જીતી લીધા. સાનિયા મિર્ઝાએ તેની પ્રથમ ટુર્નામેન્ટ ૧૯૯૯માં જાકાર્તામાં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં રમી હતી. તે પછી સાનિયાએ પાછળ ફરીને જાેયુ જ નથી. ર૦૦પમાં ૧૮-૧૯ વર્ષની સ્ટાઈલીસ્ટ સાનિયા આકર્ષણનું કેન્દ્ર બની.

ર૦૦પમાં જ સાનિયાએ તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં એક મોટી સિધ્ધી હાંસલ કરી . તે ઓસ્ટ્રેલિયા ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચી હતી. સાનિયાનો મુકાબલો સેરેના વિલિમ્યસ સામે હતો. સાનિયાએ સેરેનાનેેેે જાેરદાર ટક્કર આપી. જાે કે સાનિયા ચોક્કસપણે ે મેચ હારી ગઈ હતી. પરંતુ તેની ઉજ્જવળ કારકીર્દીનેેો પાયો નંખાયો હતો. આ એ સમય હતો જ્યારે આપણી પાસે કોઈ ટેનિસ સ્ટાર નહોતા.

સાનિયાએ ર૦૦૩માં વિમ્બ્લડન ચેમ્પિયનશીપ ગર્લ્ડ ડબલમાં ખિતાબ જીત્યો હતો. આફો-એશિયન ગેમ્સમાં સાનિયાએ ચાર ગોલ્ડ મેડલ કબજે કર્યા હતા. ર૦૦૭માં સાનિયાએ ચાર ડબલ્સ ટાઈટલ્સ જીત્યા અને સિંગલ્લમાં વર્લ્ડ નંબર ર૭ રેન્કીંગ હાંસલ કર્યુ હતુ.

ર૦૦૯માં સાનિયાએ દિગ્ગજ ખેલાડી મહેશ ભૂપતિ સાથે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિશ્ર ડબલ્સમાં તેનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. સાનિયા મિર્ઝાએેે તેની કારકીર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ મેળવ્યા છે.

સાનિયાએ એવા સમયે ઓળખ ઉભી કરી નામના મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી. જ્યારે ભારતમાં મહિલા ટેનિસને કોઈ ઓળખતુ પણ નહોતુ. સાનિયા સામે સમાજનું વલણ પડકારોથી ભરેલુ હતુ. કેટલાંક મુસ્લિમ સંગઠનોએે તો સાનિયા મિર્ઝાના કપડાંને લઈને પણ ખુબ જ વિરોધ કર્યો હતો.

અને ફતવો બહાર પાડ્યો હતો કે હાફ પેન્ટ ખુલ્લુ શરીર દેખાય એવા કપડાંને લઈને જ્યં જુઓ ત્યાં વિરોધ થો. સાનિયાએે આ તમામ વિઘ્નોની પરવા કર્યા વગર દુનિયાભરમાં તેની રમતથી ડંકો વગાડી દીધો હતો.

જાેતજાેતામાં સાનિયાની લોકપ્રિયતા એ હદે વધી કે લોોકો પોતાની બાળકીઓના નામ પણ સાનિયા રાખવા લાગ્યા હતા. સાનિયાનો ખુબ જ વિરોધ થયો હોવા છતાં તેનો ટેનિસ પ્રત્યેનો પ્રેમ-લગાવ ક્યારેય ઓછો થયો નથી. ન તો સાનિયા વિવાદોથી ડરી કે ન તો ગભરાઈ. હા, ક્યારેક ગુસ્સામાં આવી નિવેદન આપી નારાજગી જાહેર કરતી રહેતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.