નરેડી ગામે ખેડૂતોના પાકને નુકશાન
પાણીની કુંડીમાં ઝેરી દવા ભેળવી ચાર ખેડૂતોના ૬૦ વિધાના પાકનો નાશ કરનાર તત્વો સામે ફરિયાદ
(પ્રતિનિધિ)માણાવદર, માણાવદર નજીકના નરેડી ગામના ૪ ખેડૂતોએ વંથલી પો.સ્ટેશનમાં સનસનાટી ભરી લેખીત ફરીયાદ કરી છે કે ઉભા પાકને નુકશાની કરવા પાણીની કુંડીમાં ઝેરી દવા નાખી પાકને નુકશાની કરતા લાખોની નુકસાની થશે. માણાવદર નજીકના નરેડી ગામના ખેડૂતો ભરતભાઈ મોહનભાઈ રાબડીયા, અશોકભાઈ લખમણભાઈ વઘાસીયા, અશ્ર્વીનભાઈ શામજીભાઈ બરવાડિયા, સાગર ધીરૂભાઈ વઘાસીયા તમામ ૪ ખેતીની જમીન ધરાવે છે.
ખેતીમાં હાલ જીરૂ તથા ચણાનું વાવેતર કરેલ છે. પાક ઉછેર માટે દવા છાંટતા હોયએ છીએ આ વખતે સમયાંતરે ૨૦ દિવસમાં પાક સુકાઈ અને બરબાદ થઈ ગયેલ. સદરહું છંટકાવ માટે પાણીની કુંડી ખેતરે હોય તેનો પાણી માટે ઉપયોગ કરીએ છીએ આ પાણીની કુંડીમાં અજાણ્યા શખ્સો દ્વારા ઝેરી દવા નાખી પાણીને દુષિત કરેલ જેથી અમારા પાકને નુકશાની થઈ છે જે તપાસ કરતા જણાયેલ છે. આ ચારેય ખેડૂતોની ૬૦ વિઘા જમીનના પાકને નુકશાની થઈ છે. જે રૂા.૩૫ લાખ જેટલી નાણાકીય નુકશાની થયેલ છે. તાકીદે આવા કૃત્ય કરનારા સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.