મહેતા હોસ્પિટલ ખાતે પારડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)પારડી, હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મહેતા હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ તથા લાયન્સ ક્લબ વલસાડ તિથલ રોડના સંયુક્ત ઉપક્રમે મેહતા હોસ્પિટલ ખાતે પારડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો. આ ઉપરાંત દર મહિનાના પહેલા રવિવારે યોજાતો સિનિયર સીટીઝન માટેનો નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો.
આરોગ્યલક્ષી સેવા કાર્યોમાં હંમેશ અગ્રેસર એવી હેલ્ડિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મહેતા હોસ્પિટલ કિલ્લા પારડી વિવિધ આરોગ્યલક્ષી કેમ્પના આયોજનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી મશરૂ ગારમેન્ટના સહકારથી અને લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લના સહયોગથી સિનિયર સીટીઝન માટે નિઃશુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. યોજાયેલા કેમ્પમાં ૫૦ થી વધુ સિનિયર સિટીઝનના વિવિધ ચેક અપ કરવામાં આવ્યા હતા. જેમાં બ્લડ પ્રેસર, ઈ.સી.જી. બ્લડ સુગર, આંખની તપાસણી, દાંતની તપાસણી, ઓર્થોપેડિક ચેકઅપ વગેરે કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આજરોજ પારડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ માટે મહેતા હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ૧૦૦ જેટલા પોલીસ કર્મીઓ, જીઆરડીના જવાનો, ટીઆરબીના જવાનો વગેરેના ઈ.સી.જી, બ્લડપ્રેશર, બ્લડ સુગર, દાંત, આંખ વગેરેની તપાસણી કરવામાં આવી હતી.આયોજીત કેમ્પમાં ડો.પ્રફુલ મહેતા, ડો.નીલમ મેહતા, ડો.પ્રતાપ થોસર, ડો.મિલન પટેલ, ડો.કૃપાલ પટેલ, ડો.અંબરીશ મણિયાર, ડો.શ્યામ હેરંજલ, ડો.તૃપ્તિ પટેલ, ડો.અભિષેક હેરંજલ, મેહતા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ, તેમજ અન્ય સ્ટાફ,લેબ.આસિસ્ટન્ટ, હેલપિંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ હોમનો સ્ટાફ વગેરે એ સેવાઓ આપી હતી.
આ પ્રસંગે પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ.મયુરભાઈ પટેલ, વલસાડ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક વર્મા, લાયન્સ ક્લબ ઓફ પારડી પર્વના પ્રેસિડેન્ટ લાયન મોહમ્મદ નલવાલા, ડિસ્ટ્રીકટ કેબિનેટ ટ્રેઝરર લાયન પ્રેમલસિંહ ચૌહાણ, લાયન શરદ દેસાઈ, લાયન ભરત ડી.દેસાઈ, લાયન કેઝર મુસાણી, લાયન્સ ક્લબ વલસાડ તિથલ રોડના લાયન તેજસ દેસાઈ, પ્રોજેકટ ચેરમેન લાયન પ્રીતેશ ભરુચા, લાયન બળવંત પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.