Western Times News

Gujarati News

નેહરુ યુવા કેન્દ્ર આણંદ દ્વારા યુવા નેતૃત્વ અને સામાજિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ)નડિયાદ, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સાથે કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર આણંદ ની કચેરી દ્વારા જનમંગલ ફાઉન્ડેશન હોલ, આણંદ ખાતે હાલ માંજ ત્રણ દિવસીય યુવા નેતૃત્વ અને સામાજિક વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા જુદા-જુદા વિષયો પર તાલીમના ત્રણ દિવસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેવાકે આરોગ્યલક્ષી, શિક્ષણને લગતા, રોજગારલક્ષી, યુવા નેતૃત્વ, સામાજિક વિકાસ તથા પર્યાવરણને લગતા તેમજ વ્યસનમુક્તિ જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા.

જેમાં આણંદ જિલ્લાના વિવિધ યુવા મહિલા મંડળોના સભ્યો મત ૪૦ તાલીમાર્થીઓ ભાગ લઇ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો નેહરુ યુવા કેન્દ્ર આણંદ દ્વારા યુવા નેતૃત્વ અને સામાજિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો નેહરુ યુવા કેન્દ્ર અક્ષય શર્મા, સંજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર આણંદની કચેરીના રાષ્ટ્રીય યુવા વાહિની મિત્રો તેમજ જન મંગલ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.