Western Times News

Gujarati News

પારડીની ડૉ.વિજયપત સિંઘાનિયા સ્કૂલમાં ૯માં વાર્ષિક ઉત્સવની ઉજવણી

(પ્રતિનિધિ)પારડી, પારડી સ્થિત ડૉ. વિજયપત સિઘાનિયા સ્કૂલમાં શનિવાર ના રોજ નવમો વાર્ષિક મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વલસાડના કલેકટર ક્ષિપ્રાઆગ્રે, સુલોચના દેવી સિંઘાનિયા સ્કૂલના ડાયરેક્ટર ડો. રેવશ્રી શ્રીનિવાસન, વાઈસ પ્રિન્સિપલ કેબ્રલ મેમ, રેમન્ડ કંપનીના એ. આર બમ્બાવડેકર અને ય્.જી.્‌. કમિશનર વિક્રમ વાની હાજર રહ્યા હતા.

શાળાના બાળકો દ્વારા પ્રતિબિંબ ની થીમ ઉપર સુંદર રીતે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકો ને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. શાળાના આચાર્ય રવિન્દ્ર ગ્રેવાલે ઉપસ્થિત સૌ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અને શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાર્ષિક મહોત્સવમાં ભાગ લઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.