શિયાળામાં શિશુને સતાવતી સમસ્યા
શિયાળાની આલહાદક મૌસમ નાના ભૂલકાઓ માટે તકલીફના પોટલા લઈને આવે છે. તેમાંની સામાન્ય બિમારીઓ અહીં જણાવવામાં આવી છે. શરદી- ઉધરસ ઃ શિયાળાની ઠંડી ઋતુનો સામનો નાનું બાળક સરળતાથી કરી શકતું નથી, શિયાળાની ઠંડી ઠંડી હોવાથીનાના બાળકને શરદી, ઉધરસની તકલીફ વધુ થઈ જાય છે. આ સમયે બાળકોને માલિશ કરવું જેથી તેના કુમળા શરીરને હુંફ મળી રહે છે. બાળકની ત્વચા અનુસાર તેલનો ઉપયોગ કરવો. સરસવનું તેલ ગરમાટો માટે ઉત્તમ છે. સરસવના તેલને હંુફાળુ કરી બાળકની છાતી પર હળવે હાથે લગાડવાથી બાળકને રાહત થશે.
શિશુને ઉધરસની તકલીફ હોય તો મધમાં આદુના તાજાે રસ ભેળવી બે-ત્રણ ટીપાં ચટાડવાથી ફાયદો થશે. કબજિયા ઃ બોટલથી દૂધ પીતા બાળકોમાં આ ફરિયાદ વધુ જાેવા મળે છે. આ તકલીફથી પીડાતા શિશુને હુંફાળું એટલે કે નવસેકું પાણી પીવડાવવું જાેઈએ. તેલથી હળવા હાથે પેટ પર માલિશ કરવું. ફળોનો રસ પીવડાવવાથી પણ બાળકને કબજિયાતમાંથી છુટકારો મળે છે.
પેટનું દર્દ : શિશુ જયારે પગને પેટ તરફ વાળી રડે તો સમજી લેવું કે તેના પેટમાં દરદ થાય છે. આ સ્થિતિ વખતે બાળકને બાળ હરડે, અથવા હરડનુ ચુરણ કે સંચળ ભેળવી આપી શકાય. હુંફાળા પાણી સાથે આપવું જરૂરી છે. જે બાળકને વિટામિન સી પર્યાપ્ત માત્રામાં મળતું ન હોય તે બાળકનું શરીર સુકાઈ જાય છે. બાળક અશક્ત પડવા લાગે છે, તથા તેનું પેટ ફુલતું જાય છે. આ પ્રકારના લક્ષણ જાેવા મળે તો તબીબનો સંપર્ક સાધવો. આહારમાં સંતરાનો તાજાે રસ, લીંબુ પાણી તથા મોસંબીનો રસ પીવડાવી શકાય એક વરસથી વધુ વયના બાળકોને આમળાનો મુરબ્બો ખવડાવી શકાય છે.
ઝાડા થવા ઃ વધુ પડતી ઠંડી કે ગરમી બાળક સહન કરી શકતું નથી તો વળી દૂધ બદલાઈ જતાં પણ બાળકને ઝાડા થઈ જાય છે. દૂધમાં ફેરફાર થવાથી ઝાડા થાય તો જાયફળ ધસીને પીવડાવવું જાેઈએ. ગરમીથી થતા ઝાડાના નિવારણ કાજે દાડમની છાલ ઘસી તેમાં ખડા સાકર ભેળવી પીવાથી ફાયદો થશે. દિવસમાં ત્રણ-ચાર વખત વરિયાળીનું પાણી એક એક ચમચો પીવડાવી શકાય.