પંતથી નારાજ થયા કપિલ દેવ
નવી દિલ્હી, ૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ભયંકર અકસ્માતનો ભોગ બન્યા બાદ રિષભ પંત ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. ગત મહિને તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી અને તેમાથી રિકવર થયા બાદ તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.
હાલ તે ઘરે છે અને સંપૂર્ણ આરામ કરી રહ્યો છે. પંતના અકસ્માતના સમાચાર સામે આવતા જ માત્ર ટીમના સાથી ખેલાડીઓએ જ નહીં પરંતુ દેશભરના લોકોએ તેના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.
હજી તેની એક સર્જરી થવાની બાકી છે અને તેથી આશરે ઓછામાં ઓછા છ મહિના સુધી તે સ્ટેડિયમમાં પરત નહીં ફરે તે નક્કી છે. તે માત્ર આઈપીએલ જ નહીં પરંતુ વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ પણ ચૂકી જશે તેમ જશે તેવી શક્યતા છે.
હાલમાં તેના વિશે એક લેજેન્ડ્રી ઈન્ડિયન ક્રિકેટરે આપેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે. રિષભ પંતની ગેરહાજરીના કારણે ટીમ ઈન્ડિયાનું કોમ્બિનેશન ખરાબ થઈ ગયું છે, આ કારણથી પૂર્વ કેપ્ટન કપિલ દેવ નારાજ છે. તેઓ એકવાર તે રિકવર થઈ જાય બાદમાં તેને મળીને થપ્પડ મારવા ઈચ્છે છે.
‘હું તેને ખૂબ પ્રેમ કરું છું. તે જલ્દી ઠીક થઈ જાય તેમ હું ઈચ્છું છું અને જ્યારે તે રિકવર થશે ત્યારે હું તેની પાસે જઈશ અને જાેરદાર થપ્પર મારીશ. કારણ કે તેની ગેરહારીથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થાય છે. એટલા માટે જ મારો પ્રેમ અને લાગણી છે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.
આજના યુવાન છોકરાઓ આવી ભૂલો કરે છે તે માટે ગુસ્સો પણ આવે છે? તેના માટે થપ્પડ હોવી જાેઈએ’, તેમ કપિલ દેવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. આ પહેલા જ્યારે પંતના અકસ્માતની ખબર સામે આવી ત્યારે કપિલ દેવે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તે ડ્રાઈવર રાખી શકતો હતો, તેણે એકલા ગાડી ડ્રાઈવ કરવાની જરૂર નહોતી.
જણાવી દઈએ કે, રિષભ પંતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મુશ્કેલ સમયમાં તેના માટે પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું ‘આપ તમામને સપોર્ટ અને શુભેચ્છાઓ માટે કૃતજ્ઞ છું. આપ તમામને જણાવવા માગું છું કે મારી સર્જરી સફળતાપૂર્વક થઈ છે અને હું રિકવરીના માર્ગ પર હોવાની મને ખુશી છે. મારો જુસ્સો વધારે છે અને રોજ હું સારું અનુભવી રહ્યો છું.
કપરા સમયમાં આપ તમામના શબ્દો, સપોર્ટ અને પોઝિટિવિ એનર્જી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું’. રિષભ પંત તેના પરિવારને ન્યૂ યર પર સરપ્રાઈઝ આપવા માગતો હતો અને તેથી જ ૩૦મી ડિસેમ્બરે રુડકી જઈ રહ્યો હતો. તે જ સમયે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ફંગોળાઈ હતી. તેને કારની વિન્ડસ્ક્રીન તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો.SS1MS