તુર્કી-સીરિયામાં મોતનો આંકડો ૧૫૦૦૦ને પાર, ‘ભૂકંપ ટેક્સ’ પર લોકોનો હવે ગુસ્સો ફૂટ્યો
(એજન્સી)નવીદિલ્હી, તુર્કી-સીરિયામાં સોમવારે ઉપરાઉપરી આવેલા ભૂકંપના આંચકાઓ બાદ જે તબાહીનો મંજર જાેવા મળી રહ્યો છે તે ખુબ જ હ્રદયદ્વાવક છે. મૃત્યુઆંક હવે વધીને ૧૫૦૦૦થી વધુ થયો છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ તુર્કીમાં ઓછામાં ઓછા ૧૨,૩૯૧ લોકો માર્યા ગયા છે. જ્યારે સીરિયામાં ૨૯૯૨ લોકો માર્યા ગયા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. કારણ કે ખરાબ હવામાન અને કડકડતી ઠંડીના કારણે રાહત અને બચાવ કાર્યમાં વિધ્ન આવી રહ્યું છે. અનેક જગ્યાએ કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાનું કામ ચાલુ છે.
આ બધા વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સ્વીકાર્યું છે કે ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્યમાં ‘ઉણપ’ રહી છે. તેમણે સ્વીકાર્યું કે દક્ષિણ તુર્કીમાં વિનાશકારી ભૂકંપ આવ્યા બાદ તેમની સરકારે શરૂઆતની કાર્યવાહીમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેનાથી લોકોમાં મોટા પાયે આક્રોશ ફેલાયો.