Western Times News

Gujarati News

ભરૂચ શહેરમાં બે ઓવરબ્રિજના શરૂ થનાર નિર્માણકાર્યને લઈને ડાયવર્ઝનમાં બે રસ્તા વિકસાવવા વિપક્ષની માંગ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના શહેરીજનો સહિત અન્ય વાહન ચાલકોને આગામી ૩ થી ૪ વર્ષ માટે ભયંકર ટ્રાફિકજામનો સામનો કરવો પડશે.બે ફ્લાયઓવરના શરૂ થનારા નિર્માણ કાર્યને લઈ આજે કોંગ્રેસે બે વૈકલ્પિક રસ્તા વિકસાવવા કલેકટરને રજુઆત કરી હતી. દહેજ બાયપાસ રોડ ઉપર જંબુસર ચોકડીથી શ્રવણ, નંદેલાવ, છમ્ઝ્ર સર્કલ સુધી ૩.૫ કિલોમીટર લાંબો રૂ.૪૨૦ કરોડનો એલિવેટેડ ફ્લાયઓવરનું કામ હવે આગામી દિવસોમાં વેગ પકડનાર છે.તો બીજી તરફ શહેરની મધ્યમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી ફાટા તળાવ, મહમદપુરાને જાેડતો ટ્રાયએંગલ ફ્લાયઓવર પણ રૂપિયા ૮૦ કરોડ આસપાસના ખર્ચે નિર્માણ કાર્ય શરૂ થશે.

બન્ને ફ્લાયઓવરનું કામ એક સાથે શરૂ થવા વચ્ચે કામગીરી ૩ થી ૪ વર્ષ ચાલશે.ભરૂચ શહેરની વસ્તી અઢી લાખ જેટલી છે અને ૨૦ ચોરસ કિમી વિસ્તારમાં શહેર વસેલું છે.ઔદ્યોગિક જીલ્લામાં દહેજ, વિલાયત,સાયખા,જંબુસર,આમોદ, વાગરા જવા આવવા માટે હજારો વાહનો, કંપનીની બસો,શહેરીજનો અન્ય ગામડાના લોકો દહેજ બાયપાસનો ઉપયોગ કરે છે. એવી જ રીતે શહેરના મધ્યમાં પણ સ્ટેશન, પૂર્વ અને પશ્ચિમ ભરૂચને જાેડતા માર્ગ પર ફ્લાયઓવર બનવાનો છે.આવા સમયે તંત્ર અને ભરૂચ પાલિકાએ તો વૈકલ્પિક માર્ગો ટ્રાફિક ડાયવર્ઝન માટે સૂચવ્યા છે.

આજે પાલિકાના વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,સભ્ય સલીમ અમદાવાદી,ઈબ્રાહીમ કલકલ સહિતના આગેવાનો કલેકટરને રજુઆત કરી આ બાબતે વધુ બે માર્ગો શક્તિનાથ, જે.બી.મોદી પાર્ક, શેરપુરા થઈ દહેજ બાયપાસ અને મારૂતિનગરનો રસ્તો સુચવાયો હતો. બે ફ્લાયઓવરના નિર્માણને લઈ ડીપીમાં આવતા ૨૦ મીટર અને ૧૮ મીટરના આ બે રસ્તાને વિકસાવાઈ તો શહેરીજનો અને વાહનચાલકોને બે બ્રિજના નિર્માણ સમયે ટ્રાફિકજામના ભરડા માંથી રાહત મળી શકે છે તેમ વિપક્ષના આગેવાનોએ જીલ્લા કલેકટર તુષાર સુમેરાને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.