Western Times News

Gujarati News

જૂનાગઢમાં મહાશિવરાત્રીના  મેળા માટે એસટી નિગમ ૨૨૯ બસો દોડાવશે

(એજન્સી)જુનાગઢ, જુનાગઢ ભવનાથમાં ભારે તૈયારીઓ ચાલી રહી છે. સાથોસાથ એક સમયે ‘મીની કુંભ’ તરીકે નવાજાયેલા આ શિવરાત્રી મેળાને સફળ બનાવવા રાજ્ય સરકાર સાથે મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર પણ તૈયારીઓમાં જાેડાયું છે.

ભવનાથના મેળામાં દીપાવલી બાદની લીલી પરિક્રમાની જેમ જ લાખોની જન મેદની ઉમટે છે. આ બાબતે એસ.ટી. વિભાગના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીને લઈને જી્‌ નિગમ દ્વારા એક્શન પ્લન તૈયાર કરવામાં આવ્યો છે.

ભવનાથ તળેટી સુધી જવા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે એકસ્ટ્રા બસો મુકવામાં આવી છે. શિવરાત્રીનાં મેળા માટે એસટી નિગમ ૨૨૯ બસો દોડાવશે. તેમજ ભવનાથની તળેટી જવા ૫૬ મીની બસો એસટી નિગમે ફાળવી છે. જૂનાગઢમાં ૧૪ થી ૧૯ ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારે જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી જવા દર ૧૦ મિનિટે બસો મળશે. વર્ષે સાડા ત્રણ લાખ જેટલા મુસાફરો આ સુવિધાનો લાભ લે તેવી શક્યતા છે.

આ બાબતે એસટી વિભાગના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે ભવનાથના મેળા માટે એસટી વિભાગ દ્વારા ભક્તો માટે ૨૨૯ જેટલી બસો મુકવામાં આવી છે. ગત વર્ષે અમે ૨૩૬ વાહનથી ૨,૩૬,૦૦૦ લોકોએ અમારી બસ સેવાનો લાભ લીધો હતો. ત્યારે ચાલુ વર્ષે ૩ થી સાડા ત્રણ લાખ મુસાફરો એસટી નિગમની સેવાનો લાભ લે તેવી શક્યતા ચકાસીને ૫૬ જેટલી વિવિધ બસો તેમજ ૨૨૯ જેટલી બસો આ મેળા માટે ફાળવવામાં આવ્યા છે.

ગ્રીક, મૌર્ય વંશ, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઉજળા ઈતિહાસની સાક્ષી રહેલી આ ધરા પર આવીને, ભગવાન શિવના દર્શન કરવાની પરંપરા વર્ષો જૂની છે. દર વખતે ઉઠતો માનવ મહેરામણ શ્રદ્ધા અને સંસ્કૃતિના સમન્વની એક ઓળખ પૂરી પાડે છે. આ વખતે પણ શિવના શરણે આવીને ધન્યતા અનુભવવા ભક્તો પણ આતુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.