Western Times News

Gujarati News

લો બોલો, કોન્સ્ટેબલ જ પોલીસની જાસૂસી કરી રહ્યો હતો

ભરૂચમાં પોલીસની જાસૂસી કરનારા કોન્સ્ટેબલ સામે કાર્યવાહી

(એજન્સી)ભરૂચ, ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચ પોલીસના ૨ કોન્સ્ટેબલોના બુટલેગરો પાસેથી રૂપિયા લઈને પોલીસની જ જાસૂસીમાં બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો મળી કુલ ૪ની સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જાેગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.

ભરૂચ એલસીબીમાં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ રૂપિયા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલની બુટલગરો ઉપર રેઈડ નિષ્ફળ જતા એસપી નિર્લિપ્ત રાયને શંકા ગઈ હતી.

તેઓએ ડીવાયએસપી કે ટી કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ એલસીબીના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પોહચાડવામાં ભૂમિકા સામે આવી હતી.

એસએમસીએ  આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન ડીજીપીઆશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ બન્ને રૂપિયા માટે બુટલેગરોના હાથે વેચાઈ ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.