અમેરિકામાં મોટલ ધરાવતાં ગુજરાતી દંપતીની ગોળી મારીને હત્યા
(એજન્સી)અમદાવાદ, અમેરિકામાં ગુજરાતી પર હુમલાનો સિલસિલો ચાલુ છે. આજે વધુ એક વખત અમેરિકામાં ગુજરાતી દંપતીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ અગાઉ પણ ગુજરાતી પર ગોળીબારની ઘટનાઓ બની છે.
છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ગુજરાતી પર હુમલાની ઘટના વધી રહી છે. અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અમેરિકામાં સ્થાયી થયેલા અને અરવલ્લી મેઘરજના વેપારી દંપતીની ગોળી મારી હત્યાથી કરવામાં આવી હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જૂની અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.
આ હત્યા ત્રણ દિવસ પૂર્વે કરવામાં આવી હતી. આ દંપતીની હત્યા થતા ચકચાર મચી ગયો છે. આ દંપતી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. મૃતક દંપતીમાં પતિ રજનીકાંત વલ્લભદાસ શેઠ અને પત્ની નિરીક્ષાબેનની હત્યા કરવામાં આવી હતી.
આ પતિ-પત્નીની હત્યાના સમાચાર તેમના પરિજનોને મળતા જ તે અમેરિકા જવા રવાના થયા હતા.
આ ઘટના અંગે સ્થાનિક પોલીસ આગળની કર્યવાહી કરી રહી છે. હજુ એક મહિના પહેલા જ રજનીકાંત ભારતથી અમેરિકા પાછા ફર્યા હતા. આ અગાઉ મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે માથાકૂટ થઈ હતી.
આ હત્યા પાછળ આ જૂની અદાવત પણ માનવામાં આવી રહી છે. સ્થાનિક લોકો હેરાનગતી કરતા તેમણે મોટેલ વેચવી પડી હતી. આ ઘટનાને કારણે તેમના વતન મેઘરજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
અમેરિકામાં છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતીઓ પર ગોળીબારની ઘટના વધુ જાેવા મળી રહી છે. હજુ થોડા સમય પહેલા જ અમેરિકામાં એક સત્સંગી ગુજરાતીની ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ કરમસદના પીનલ પટેલની અમેરિકાના એટલાન્ટામાં અશ્વેતો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
gujarati-couple-murdered-in-usa