દિલ્હીમાં સિદ્ધાર્થના ઘરે ધામધૂમથી થયો કિયારા અડવાણીનો ગૃહપ્રવેશ

ઢોલના તાલે નાચતો જાેવા મળ્યો પરિવાર –સિદ્ધાર્થ અને કિયારાએ દિલ્હી એરપોર્ટ પર મીડિયાના કર્મીઓમાં મીઠાઈ વહેંચી હતી, કિયારા અડવાણીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો
મુંબઈ, ૭ ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ રાજસ્થાનના જેસલમેરમાં રોયલ વેડિંગ કર્યા હતા. સૂર્યગઢ પેલેસમાં લગ્ન પૂરા કર્યા પછી સિદ્ધાર્થ પોતાની પત્ની કિયારા અને પરિવાર સાથે દિલ્હી આવવા રવાના થયો હતો.
૮ ફેબ્રુઆરીએ સાંજે મલ્હોત્રા પરિવાર જેસલમેરથી દિલ્હી આવી પહોંચ્યો હતો. લગ્ન કર્યા પછી સિદ્ધાર્થ અને કિયારા પહેલીવાર મીડિયાના ફોટોગ્રાફર્સ સામે આવ્યા હતા. કપલે લાલ રંગના આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું હતું. સિદ્ધાર્થ અને કિયારાએ દિલ્હી એરપોર્ટ પર મીડિયાના કર્મીઓમાં મીઠાઈ વહેંચી હતી. કિયારા અડવાણીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.
Sid Kiara Wedding ♥♥ pic.twitter.com/kWgv1DG7nP
— Tom 🪄 (@homelander1322) February 10, 2023
ગળામાં મંગળસૂત્ર અને માથામાં સિંદૂર સાથે કિયારા ખૂબ જ સુંદર લાગતી હતી. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ લાલ રંગનો કુર્તો પહેર્યો હતો અને તેના પર મલ્ટીકલર દુપટ્ટો ઓઢ્યો હતો. સિદ્ધાર્થ અને કિયારાના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. દિલ્હી એરપોર્ટથી સિદ્ધાર્થ કિયારાને લઈને પોતાના ઘરે પહોંચ્યો હતો.
7.02.2023 🙏🏼❤️♾️ pic.twitter.com/yFoLhNU0aF
— Sidharth Malhotra (@SidMalhotra) February 10, 2023
જ્યાં નવી વહુનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કિયારાના ગૃહપ્રવેશ માટે સિદ્ધાર્થનું ઘર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. સામે આવેલા વિડીયોમાં સિદ્ધાર્થ અને કિયારા બાકીના પરિવારજનો સાથે ઢોલના તાલે નાચતા દેખાઈ રહ્યા છે. કિયારાના આગમનથી આખો પરિવાર ખૂબ ખુશ જણાઈ રહ્યો હતો. દિલ્હીમાં સિદ્ધાર્થ અને કિયારાનું રિસેપ્શન યોજાવાનું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ-કિયારા ૧૦ ફેબ્રુઆરીએ મુંબઈ આવશે અને ૧૨ ફેબ્રુઆરીએ મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજશે તેવી ચર્ચા છે. કિયારા અને સિદ્ધાર્થનું રિસેપ્શન મુંબઈમાં સેન્ટ રેજિસ હોટેલમાં યોજાવાનું છે.
"Ab humari permanent booking hogayi hai"
We seek your blessings and love on our journey ahead ❤️🙏🏼 pic.twitter.com/VBEKORw8Gz
— Sidharth Malhotra (@SidMalhotra) February 7, 2023
“બોલિવુડ સેલિબ્રિટીઝમાં સેન્ટ રેજિસ લોકપ્રિય છે કારણકે તેઓ સારી પ્રાઈવસીનું પૂરતું ધ્યાન રાખે છે. એટલે જ સિદ્ધાર્થ અને કિયારાએ રિસેપ્શન માટે આ ફાઈવ સ્ટાર હોટેલ પર પસંદગી ઉતારી છે.” જણાવી દઈએ કે, બોલિવુડમાંથી સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં કરણ જાેહર, શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત, જૂહી ચાવલા વગેરે હાજર રહ્યા હતા.ss1