સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ઝુનુન – 2023’ વાર્ષિકોત્સવ યોજાયો
શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાધ્યો
અમદાવાદના GMDC કોન્વેનશન હોલ ખાતે સિલ્વર ઓક યુનિવર્સીટી દ્વારા આયોજિત ‘ઝુનુન – 2023’ વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિધાર્થીઓ સાથે વિવિધ વિષયો પર સંવાદ સાંધ્યો હતો.
તથા સિલ્વર ઓક યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા નૃત્યોને નિહાળ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે સિલ્વર ઓક યુનિવર્સીટીના વિવિધ વિભાગના વિદ્યાર્થીઓ કે જેમણે શૈક્ષણિક તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરેલ હોય તેમણે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સિલ્વર ઓક યુનિવર્સીટીના વાઇસ ચેરપર્સન શ્રી પૂનમ અગ્રવાલ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જનક ખાંડવાલા, ડિરેકટર શ્રી સ્વેતા ખાંડવાલા, વાઇસ ચાન્સેલર શ્રી સૌરીન શાહ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.