Western Times News

Gujarati News

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલા સહકર્મી સાથે અડપલાનો પ્રયાસ કરતા મામલો પોલીસ મથકમાં

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે અને ત્યાં ઓફિસમાં કામ કરતી મહિલાકર્મી સાથે કામ કરતા સહ કર્મચારીએ મહિલાકર્મી સાથે લગ્ન કરવા અને એક તરફી પ્રેમમાં પાગલ બની મહિલાકર્મીને ગળે લગાવવા સાથે તથા અન્ય કોશિશ સાથે અડપલા કરતા

અને લગ્ન કરવા દબાણ કરતા આખરે મહિલાકર્મીએ એક તરફી પ્રેમમાં પાગલ યુવક સામે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ તાલુકાના કુકરવાડા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે અને અહીંયા મોટી સંખ્યામાં લોકો કામ કરતા હોય છે અને કંપનીની ઓફિસ પણ આવેલી છે.જેમાં આરોપી દર્શક ચંદ્રશેખર સિંધને ઓફિસમાં જ કામ કરતી મહિલા કર્મી સાથે એક તરફી પ્રેમ થઈ ગયો હતો

અને આરોપીએ મહિલાને ઓફિસમાં જ ઘણી વખત એકલતાનો લાભ લઈ તેણીને જકડી લેવી ગળે લગાવી કિસ કરવાની કોશિશ કરવી સહિત અડપલા કર્યા હોવાના આક્ષેપ કર્યા છે સાથે જ હવે તો આરોપી મહિલાને લગ્ન કરવા માટે ધાક ધમકી આપતો હોય

અને ફરિયાદી મહિલા સામે આરોપી પોતાના હાથ ઉપર બ્લેડ અને શરીર ઉપર કાચ મારી પોતાને ઈજા કરી મહિલાને તેની સાથે પ્રેમ કરવા માટે દબડાવી રહ્યો હોય અને મારી સાથે લગ્ન નહીં કરીશ

તો હું ગમે તે કરી બેસીસ તેવી ધમકી આપી મહિલાને માનસિક ત્રાસ આપતા આખરે મહિલાએ એક તરફ પ્રેમમાં પાગલ યુવક દર્શક ચંદ્રશેખર સિંધે સામે ભરૂચ તાલુકા પોલીસ મથકમાં આઈપીસીની કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે.

એક તરફ પ્રેમમાં પાગલ યુવકને નોકરી માંથી છૂટો કર્યા બાદ પણ તેની ઓફિસમાં નોકરી કરતી મહિલાકર્મી સાથે લગ્ન કરવાની જીદે વોટસઅપ મેસેજ અને ફોન દ્વારા મારી સાથે લગ્ન કર નહિતર હું કંઈ પણ કરી નાખીશ જેવા મેસેજ અને ધમકીઓ આપતા આખરે મહિલાએ યુવકે કરેલા મેસેજ અને ધમકીના ઓડિયો સાથે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની અટકાયત કરવાની તજવીજ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.