બનાવટી ઉત્પાદનો વિશે જાગૃતિ લાવવા એસ્ટ્રલ પાઇપ્સનું નવું અભિયાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/ASTRAL-PIPE-1024x576.jpg)
જાહેરાતનો ઉદ્દેશ નુકસાનકારક બનાવટી ઉત્પાદનો વિશે જાગૃતિ લાવવાનો છે, જેનાથી પ્લમ્બિંગ સિસ્ટમ અને બિલ્ડિંગને નુકસાન થઈ શકે છે
એસ્ટ્રલ પાઇપ્સે સારી ગુણવત્તાયુક્ત પાઇપ્સ માટે પસંદગી બનવા નવું અભિયાન રજૂ કર્યું
અમદાવાદ, પાઇપ અને ફિટિંગ્સની અગ્રણી ઉત્પાદક એસ્ટ્રેલ લિમિટેડએ “પાઇપ્સ ચુનો તો એસ્ટ્રલ ચુનો” નામનું એનું લેટેસ્ટ અભિયાન જાહેર કર્યું છે. તેમાં ઉપભોક્તાઓ અને પ્લમ્બર માટે પડકારજનક રીતો વિશે જાગૃતિ લાવવા મનોરંજક રીતે જાણકારી આપવામાં આવી છે.
પાઇપિંગ ઉત્પાદનોમાં બનાવટી ઉત્પાદનોના કિસ્સા વધવાની સાથે ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવતું નથી. આ પ્લમ્બિંગ સિસ્ટમ અને બિલ્ડિંગમાં નુકસાનની સંભાવના તરફ દોરી ગઈ છે. ફિલ્મનો ઉદ્દેશ લોકોની પાઇપ અને ફિટિંગની ખરીદીની રીત બદલવા અને આ વિશે જાણકારી આપવાનો છે, જેથી ઉપભોક્તાઓ વચ્ચે તેમની સાથે સંબંધિત ચર્ચાને વેગ મળે. સામાન્ય રીતે પાઇપ અને ફિટિંગની કેટેગરી ગ્રાહકો સાથે ઓછું જોડાણ ધરાવતી કેટેગરી ગણાય છે.
આ જાહેરાત ફિલ્મમાં મનોરંજક અને રમૂજી રીતે પાઇપ લીકેજની ત્રણ અલગ-અલગ સ્થિતિ રજૂ કરવામાં આવી છે. પ્રથમ સ્થિતિમાં એક દંપતિ તેમના લિવિંગ રૂમમાં ટેલીવિઝન જોઈ રહ્યાં છે, બીજી સ્થિતિમાં એક માતા રસોડામાં ભોજન બનાવી રહી છે અને ત્રીજી સ્થિતિમાં એક કર્મચારી એના પાર્કિંગ સ્પેસમાં છે.
આ ત્રણેય વ્યક્તિઓ પાઇપની નબળી ગુણવત્તા અને ખરાબ ફિટિંગને કારણે લીકેજની સમસ્યાઓનો સામનો કરે છે. તેઓ ત્રણેય આ સમસ્યા માટે તેમના પ્લમ્બરને જવાબદાર ઠેરવે છે. આ જાહેરાત ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, આઇએસઆઇ ધારાધોરણો મુજબ, એસ્ટ્રલ પાઇપ્સમાં ઉપયોગી રેઝિન અને ફિલરનું આદર્શ સંતુલન છે. પરિણામે એસ્ટ્રલ પાઇપ્સ છેલ્લાં 25 વર્ષથી “ભરોસેમંદ પાઇપ” છે – “પાઇપ્સ ચુનો તો એસ્ટ્રલ કા 25 સાલ કા ભરોસા ચુનો.”
આ અભિયાનની પ્રસ્તુતિ પર એસ્ટ્રલ લિમિટેડના બિઝનેસ ડેવલપમેન્ટના વીપી કૈરવ એન્જિનીયરે કહ્યું હતું કે, “જ્યારે ગ્રાહકો ખરીદીનો નિર્ણય લે, ત્યારે અમારો ઉદ્દેશ સારી ગુણવત્તાયુક્ત પાઇપ્સ માટે પસંદગી કરવા અમારા તમામ હિતધારકો સાથે જોડાણમાં વધારો કરવાનો છે. ફિલ્મનો ઉદ્દેશ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત પાઇપ્સ અને ફિટિંગ્સના ફાયદા તથા આ કેવી રીતે પ્લમ્બિંગ સિસ્ટમની સલામતી અને વિશ્વસનિયતાની ખાતરી આપે છે વિશે જાણકારી આપવાનો છે.”
અભિયાન એના ઉદ્દેશ મુજબ સંદેશ આપે છે – એસ્ટ્રલ પાઇપ્સ શા માટે ટકાઉ, મજબૂત છે તથા સારી પ્લમ્બિંગ સિસ્ટમ અને બિલ્ડિંગ્સની કરોડરજ્જુ છે. ફિલ્મને કંપનીની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રસ્તુત કરવામાં આવશે.