Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. શાસકો દ્વારા વેરા પર વળતરનો વરસાદ

પ્રથમ વખત વન ટાઈમ સેટલમેન્ટ જાહેરઃ એક સાથે કર ભરનાર ને ૧૦૦ ટકા વ્યાજ માફી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના શાસકોએ ર૦રર-ર૩ નાણાંકિય વર્ષના અંતમાં શહેરીજનો પર વેરા વળતરનો વરસાદ કર્યો છે તથા ‘ન ભૂતો ન ભવિષ્યતી’ હોય તેવી વન ટાઈમ સેટલમેન્ટ યોજના ૪પ દિવસ માટે જાહેર કરી છે જેમાં કરદાતાને તમામ પ્રકારના વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે.

મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે આગામી ૧પ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી જે કરદાતા જુની અને નવી ફોમ્ર્યુલાનો કર એક સાથે ભરપાઈ કરશે તેને વ્યાજમાંથી ૧૦૦ટકા મુક્તિ આપવામાં આવશે. સદર સ્કીમ અંતર્ગત એક સાથે વેરો ભરનાર કરદાતાએ માત્ર મુડી જ ભરવાની રહેશે તેની પાસેથી વ્યાજની કોઈ પણ રકમ લેવામાં આવશે નહી.

એક અંદાજ મુજબ મ્યુનિ. ટેક્ષ વિભાગમાં કુલ રૂા.૩ હજાર કરોડનો ટેક્ષ બાકી છે જે પૈકી રૂા.૧૪૦૦ કરોડ માત્ર વ્યાજની રકમ છે. જાે તમામ કરદાતાઓ એક સાથે કર ભરપાઈ કરશે તો નાગરિકોને રૂા.૧૪૦૦ કરોડનો સીધો ફાયદો થશે. જુની ફોમ્ર્યુલામાં કુલ રૂા.૪૦૦ કરોડની ડીમાન્ડ બાકી છે જે પૈકી રૂા.૩૩૦ કરોડ માત્ર વ્યાજના છે જાે આ રકમ ભરપાઈ થઈ જાય તો કરદાતાને ફાયદો થશે સાથે સાથે વર્ષોથી બાકી ખેચાતી રકમ પણ સરભર થઈ જશે.

મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા દર વર્ષે એડવાન્સ ટેક્ષ ભરપાઈ કરનારને ૧૦ ટકા રિબેટ આપવામાં આવે છે તેમજ ઓનલાઈન વેરો ભરનારને વધુ એક ટકો રિબેટ મળે છે. નવા નાણાંકિય વર્ષથી એડવાન્સ ટેક્ષ ભરનારને ૧૦ના બદલે રૂા.૧ર રિબેટ મળશે તેમજ જાે કોઈ કરદાતા સતત ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્ષ ભરતા હશે તો તેમને વધુ ર ટકા લેખે વધારાનું વળતર મળશે આવા કરદાતાને એડવાન્સ ટેક્ષમાં કુલ ૧પ ટકા રિબેટ આપવામાં આવશે.

મ્યુનિ. કમિશ્નરે જે કરવેરા દરખાસ્ત રજુ કરી હતી તે પૈકી ડોર ટુ ડોરના યુઝર્સ ચાર્જ પેટે કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી જેના કારણે નાગરિકોને દર વર્ષે રૂા.૮૮ કરોડનો સીધો ફાયદો થશે આ ઉપરાંત ક્ષેત્રફળ આધારિત દરખાસ્તમાં ઘટાડો કરવાથી રૂા.૧૪૬ કરોડનો ફાયદો થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે શાસક પક્ષના આ નિર્ણયને હથેળીમાં ચાંદ બતાવવા જેવો જાહેર કર્યો છે તેમના જણાવ્યા મુજબ જાે નાગરિકોને લાભ આપવો જ હોય તો ૧૮ટકા વ્યાજ કાયમી ધોરણે માફ કરવુ જાેઈએ. ઉંચા વ્યાજની ગણતરી કરી પછી ખોટી વાહવાહી મેળવવા માટે આ પ્રકારની યોજના જાહેર કરવી તે ભાજપની જુની પધ્ધતિ છે

તેવી જ રીતે એક સાથે રૂા.૧૪૦૦ કરોડનું વ્યાજ ઓછુ કરવા શાસક પક્ષ તૈયાર થાય છ ેતો પછી કમિશ્નર તરફથી જે કરવેરા વધારા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તેને પૂર્ણ રીતે અસ્વીકાર કરવો જાેઈતો હતો તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.