બેટરી માટે ઉપયોગી લિથિયમનો ભંડાર કેનેડા, ચાઈના, અમેરીકા કરતાં વધુ ભારત પાસે

જ્મ્મુ કાશ્મિરમાંથી આશરે 59 લાખ ટનનો લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. તેની મદદથી દુનિયા ગ્રીન એનર્જીમાં શિફ્ટ થઈ શકે છે.
સ્માર્ટફોન હોય કે ઈલેક્ટ્રોનિક સામાન કે પછી કોઈ કાર-બેટરીવાળી પ્રોડક્ટ, આ તમામ વસ્તુઓમાં લિથિયમનો ઉપયોગ થતો હોય છે. આવનારાં સમયમાં એનર્જીનો સૌથી મોટો સોર્સ લિથિયમ આયન બેટરી હશે.
દુનિયાભરનાં તમામ દેશ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પોતાની નિર્ભરતા માટે કામ કરી રહ્યાં છે ત્યારે ભારતને આ બાબતે જેકપોટ મળી આવ્યો છે. જમ્મૂ અને કાશ્મીરમાંથી લિથિયમનો ઘણો મોટો જથ્થો મળી આવ્યો છે. India discovered a huge lithium reserve in Jammu and Kashmir
લિથિયમ આયન બેટરીનો ઉપયોગ રિન્યૂએબલ એનર્જી સ્ટોર કરવા માટે કરવામાં આવે છે. ભારતમાં પણ લિથિયમનો મોટો જથ્થો મળી આવ્યો છે.
જમ્મૂ-કાશ્મીરનાં રિયાસી જિલ્લામાં આ ભંડાર પ્રાપ્ત થયો છે. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર જમ્મૂ-કાશ્મીરમાં મળેલ લિથિયમનો ભંડાર 59 લાખ ટનનો છે.
રિપોર્ટ્સ અનુસાર 2000થી 2015ની વચ્ચે લિથિયમની ડિમાન્ડ 30% વધી છે. 2015ની સરખામણીએ તેની ડિમાન્ડ 2025માં 1000% વધી શકે છે. તેવામાં તેની કિંમત વધવાનું પણ નક્કી જ છે. દેશમાં લિથિયમનું પ્રોડક્શન વધવાથી આવનારાં સમયમાં બેટરીની કિંમતો ઘટી શકે છે.
શેર માર્કેટમાં જે રીતે દરરોજ કોઈ કંપનીનાં શેરની વેલ્યૂ નક્કી થાય છે તે જ રીતે કોમોડિટી માર્કેટ હોય છે. આ માર્કેટમાં મેટલની વેલ્યૂ નક્કી થાય છે. હાલમાં લિથિયમની વેલ્યૂ 472500 યુઆન(57,36,119 રૂપિયા) પ્રતિ ટન છે. ભારતમાં 59 લાખ ટન લિથિયમનો ભંડાર મળી આવ્યો છે એટલે કે તેની વેલ્યૂ આજનાં સમયમાં 33,84,31,021 લાખ રૂપિયા હશે. આ કિંમત આજનાં રેટનાં હિસાબે લખવામાં આવેલ છે.
લિથિયમ પ્રોડક્શનનાં મામલામાં ઑસ્ટ્રેલિયા સૌથી ઉપર છે. વર્ષ 2021નાં આંકડાઓ અનુસાર દુનિયાભરનાં 52% લિથિયમ ઑસ્ટ્રેલિયા પ્રોડ્યૂસ કરે છે. બીજા નંબર પર ચિલી છે જેની ભાગેદારી 24.5% છે જ્યારે ત્રીજા નંબર પર ચીન છે જે 13.2 % લિથિયમ પ્રોડ્યૂસ કરે છે.