Western Times News

Gujarati News

બોન્સાઈ ભારત અને જાપાન વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા પ્રોત્સાહન આપશે

હર્ષા હિંદુજાએ પર્યાવરણને અનુકૂળ જીવનને પ્રોત્સાહન આપવા બોન્સાઈની કળા શીખવા યુવાનોને પ્રોત્સાહન આપ્યું

મુંબઈ, ઇન્ડિયન ફ્રેન્ડશિપ બોન્સાઈ સોસાયટી (આઇએફબીએસ)ના પ્રેસિડન્ટ, હિંદુજા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને પ્રસિદ્ધ બિઝનેસ ટાયકૂન – શ્રી અશોક હિંદુજાના પત્ની શ્રીમતી હર્ષા હિંદુજાએ જમનાબાઈ નરસી સ્કૂલ સાથે જોડાણમાં જમનાબાઈ નરસી સ્કૂલના કેમ્પસમાં 10 ફેબ્રુઆરી, 2023ના રોજ બોન્સાઈ પ્રદર્શન – “બોન્સાઈ બોનન્ઝા”નું ઉદ્ઘાટન કર્યું હતું. Harsha Hinduja encourages young minds to learn the art of Bonsai to promote green living.

આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ સિનેસ્ટાર શ્રીમતી ઇશા દેઓલની સાથે પહ્મશ્રી એવોર્ડ વિજેતા, પીઢ ગાયક કલાકાર, ‘ભજન સમ્રાટ’ શ્રી અનુપ જલોટા અને જાપાનના કાઉન્સેલ જનરલ ડો. ફુકાહોરી યાસુકાતા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ કાર્યક્રમ અંગે શ્રીમતી હર્ષા હિંદુજાએ કહ્યું હતું કે, “હું આ ઉજવણીઓમાં સામેલ થઈને રોમાંચ અનુભવું છું. એક સમાજ તરીકે આપણે બોન્સાઈમાંથી ઘણું શીખી શકીએ. આ આપણને ધૈર્ય રાખવાની કળા અને આપણા મૂળિયા સાથે જોડાયેલા રહેવાની કળા શીખવે છે. બોન્સાઈ  પ્લાન્ટ ઘર અને કાર્યસ્થળ માટે શ્રેષ્ઠ ઇન્ડોર પ્લાન્ટ હોવાનું મનાય છે.

તેઓ આસપાસની સુંદરતામાં વધારો કરવાની સાથે કેટલાંક શારીરિક અને માનસિક ફાયદા પણ પૂરાં પાડે છે. બોન્સાઈ પ્લાન્ટ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આ કફ, અતિશય થાક, ગળામાં બળતરા અને તંદ્રાની સારવારમાં મદદરૂપ થાય છે.

એ ઉપરાંત બોન્સાઈ ચોક્કસ માનસિક ફાયદા ધરાવે છે, જે તણાવ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. આજની ઝડપી જીવનશૈલી અને હવાજન્ય રોગોમાં વધારા સાથે બોન્સાઈની કળા આપણી ઇકોસિસ્ટમને બચાવવા અને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરવામાં અતિ મહત્વપૂર્ણ છે. બોન્સાઈ જાપાનની એક પ્રસિદ્ધ કળા છે. આ પ્રકારના પ્રદર્શનો ભારત અને જાપાનને સાંસ્કૃતિક તરીકે જોડાણ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.”

કાર્યક્રમના મુખ્ય અતિથિ અને અભિનેત્રી શ્રીમતી ઇશા દેઓલે કહ્યું હતું કે, “મારી મમ્મી આ કળામાં સક્રિય રસ ધરાવતી હોવાથી મને નાની વયથી બોન્સાઈની કળાનો પરિચય છે. મારા ઘરના વરંડા અને ટેરેસ પર બોન્સાઈનું બહોળું કલેક્શન છે. આ કળાનું એક સ્વરૂપ છે, જે આધુનિક સમયમાં સૌથી વધુ પ્રસ્તુત છે.”

જાપાનના કાઉન્સેલ જનરલ ડો. ફુકાહોરી યાસુકાતાએ કહ્યું હતું કે, “શ્રીમતી હર્ષા હિંદુજાનું સમર્થન ધરાવતી ઇન્ડિયા ફ્રેન્ડશિપ બોન્સાઈ સોસાયટી દ્વારા આયોજિત બોન્સાઈ પ્રદર્શનનું ઉદ્ઘટાન કરવાની મને ખુશી છે. બોન્સાઈ જાપાનની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે

અને મને ભારતમાં બોન્સાઈ પ્લાન્ટને પ્રોત્સાહન આપવાની ખુશી છે. આ ભારત અને જાપાનને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે એકતાંતણે બાંધતો કાર્યક્રમ છે. મને આશા છે કે, આ પ્રદર્શન દ્વારા બંને દેશો જાપાન અને ભારત વચ્ચેની મૈત્રી અને સમજણ વધારે ગાઢ બનશે.”

ઇન્ડિયન ફ્રેન્ડશિપ બોન્સાઈ સોસાયટીના વાઇસ પ્રેસિડન્ટ ઉર્વશી ઠાકરે કહ્યું હતું કે, “અહીં બોન્સાઈ ઉત્સાહીઓનું આ વધતું ગ્રૂપ જોવું મારા માટે ગર્વની વાત છે. હું અમારા પ્રેસિડન્ટ શ્રીમતી હર્ષા હિંદુજાનો બોન્સાઈની કળાને પ્રોત્સાહન આપવા અને આ સ્પેસના ઇનોવેટર તરીકે આભાર માનું છું. જ્યારે આ પ્લાન્ટ વધશે, ત્યારે કાર્યસ્થળ અને વાતાવરણને ઊર્જાવંત કરશે.”

ઇન્ડિયા ફ્રેન્ડશિપ બોન્સાઈ સોસાયટીની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી, જે ભારતમાં પ્રસિદ્ધ બોન્સાઈ ક્લબ પૈકીની એક છે. સોસાયટીએ ગયા વર્ષે એની ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જયંતિ)ની ઉજવણી કરી હતી,

જેમાં પર્યાવરણના જતન અને પ્લાન્ટના ઉછેર પ્રત્યે એની કટિબદ્ધતા પ્રદર્શિત કરી છે. પ્રેસિડન્ટ અને બાગાયતી કામમાં રસ ધરાવતા શ્રીમતી હર્ષા હિંદુજા સાથે સોસાયટીને ‘બોન્સાઈ બોનન્ઝા’ કાર્યક્રમમાં સામેલ થનાર લોકોને વિશિષ્ટ અને યાદગાર અનુભવ મળશે એની ખાતરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.